શોધખોળ કરો
Advertisement
વિશ્વના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિએ ખરીદી 4600 કરોડ રૂપિયાની સુપરયોટ, જાણો તેની ખાસ વિશેષતાઓ
બિલ ગેટ્સે જે સુપરયોટ ખરીદી છે તેની સૌથી ખાસિયત છે કે તે લિક્વીડ હાઈડ્રોજનથી ચાલે છે. આ લક્ઝરી સુપરયોટ 370 ફુટલાંબી છે અને તેમાં 5 ડેક્સ છે.
નવી દિલ્હીઃ Microsoftના સહ સંસ્થાપક અને દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે 4600 કરોડ રૂપિયાની એક સુપરયોટ ખરીદી છે. આ સુપરયોટ સંપૂર્ણ રીતે હાઈડ્રોજન ફ્યૂઅલથી ચાલે છે. બિલ ગેટ્સ સુપરયોટના શોખીન છે અને ગરમીના વેકેશન દરમિયાન તે યોટ ભાડે લેદા હતા. જોકે, આ પહેલા તેમણે ક્યારેય સુપરયોટ ખરીદી ન હતી. ગેટ્સની સુપરયોટ ખરીદવાની યોજના વિતેલા વર્ષે ડિસેમ્બરમાં યોટ શો દરમિયાન બનાવી જ્યારે ત્યાં સુપરયોટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બિલ ગેટ્સે જે સુપરયોટ ખરીદી છે તેની સૌથી ખાસિયત છે કે તે લિક્વીડ હાઈડ્રોજનથી ચાલે છે. આ લક્ઝરી સુપરયોટ 370 ફુટલાંબી છે અને તેમાં 5 ડેક્સ છે. ડેઇલી મેલના અહેવાલ અનુસાર, તેમાં 14 ગેસ્ટ અને 31 ક્રૂ મેમ્બર્સ માટે રહેવાની વ્યવસ્થા છે. ઉપરાં, આ સુપરયોટમાં એક જિમ, યોગ સ્ટૂડિયો, બ્યૂટી રૂમ અને એક મસાજ પાર્લર પણ છે.
યૂનિલેડ અનુસાર, ફ્યૂઅલ સેલ સ્ટેક્સ અને બેટરીઓની મદદતી એન્જીનિયર્સે આ કમ્પોનન્ટ્સને નાના રાખવામાં સફળ રહ્યા છે. હવે આ કમ્પોનન્ટ્સ કોઈ નાની ફેમિલી કારમાં પણ સરળતાથી લગાવી શકાય છે. જોકે, તેનો ઉપયોગ બસ અને અન્ય મોટા વાહનોમાં કરવામાં આવે છે. હવે તેનો ઉપયોગ સુપરયોટમાં પણ કરવામાં આવી રહ્યો છે.
આ સુપરયોટ વિશેની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એકવાર પ્રવાહી હાઇડ્રોજન ઈન્સ્ટોલ થયા પછી તે લગભગ 6437 કિ.મી. સુધી મુસાફરી કરી શકે છે. આ સુપરયોટનું નામ એક્વા છે.
બિલગેટ્સ આ સુપરયાટને વર્ષ 2024માં પ્રાપ્ત કરી શકશે. આ યોટને બનાવવાળી કંપનીએ જણાવ્યું કે આ સુપર લક્ઝરી ઈકો ફ્રેન્ડલી યોટના નિર્માણ કરવામાં લગભગ ચાર વર્ષનો સમય લાગશે. બિલ ગેટ્સ દ્વારા પ્રાપ્ત રૂપિયાથી આનું નિર્માણ વધુ ઝડપથી થશે. આ સુપર યોટનાં પાછળનાં ભાગમાં સ્વીમિંગ પૂલ, સનબાથ ડેક, આઉટ ડોર ડાઈનિંગ વગેરેની સુવિધા છે. એટલુંજ નહી શિયાળાની ઋતુમાં વાતાવરણ ગરમ રાખવા માટે જેલ-ફ્યૂલ્ડ ફાયર બાઉલ્સ પણ લાગેલા છે.
એક્વા સુપરયોટની અંદર હોમ સિનેમા થિયેટર પણ આવેલું છે, જ્યાં એક સાથે 20 લોકો બેસીને ફિલ્મનો આનંદ માંણી શકે છે. એક્વ સુપર યોટની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક છે. આ યોટની અંદર 4 ગેસ્ટ રૂમ, 2 વીઆઈપી સ્ટેટ રૂમ અને 1 પેવેલિયન પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement