State Dinner USA:મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્ટેટ ડિનરમાં થયા સામેલ, PM મોદીના અમેરિકા પ્રવાસને ગણાવ્યો ઐતિહાસિક
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં 22 જૂન 2023ની સાંજે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું.
US President State Dinner: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં 22 જૂન 2023ની સાંજે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ પણ ભાગ લીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્ટેટ ડિનર માટે 400 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું.
વ્હાઇટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનરમાં મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી પરંપરાગત ભારતીય ડ્રેસ પહેરીને પહોંચ્યા હતા. આ ખાસ પ્રસંગ માટે નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનની 'સ્વદેશ'માંથી એક ઉત્કૃષ્ટ સિલ્ક સાડી પસંદ કરી, જે ભારતીય કલા અને શિલ્પનું પ્રદર્શન કરે છે. આ પરંપરાગત વસ્ત્રો ભારતીય વિરાસત અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
Our Chairman and Managing Director Mr. Mukesh Ambani & our Founder and Chairperson Mrs. Nita Ambani, adorning traditional Indian attire, attended the State Dinner at the White House hosted in honor of Prime Minister Narendra Modi.#SWADESH pic.twitter.com/RtqkjvCM7M
— Reliance Foundation (@ril_foundation) June 23, 2023
આ સ્ટેટ ડિનરમાં સામેલ થઈ મુકેશ અંબાણીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અમેરિકાના પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા બંને માટે તેમનો આ પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે.
Mukesh Ambani and Nita Ambani at the White House for the State Dinner. #MukeshAmbani #NitaAmbani #ModiInAmerica pic.twitter.com/OIJqMO4ZZK
— ABP News (@ABPNews) June 23, 2023
આ સ્ટેટ ડિનરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલિ પિચાઈ સાથે જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ સ્ટેટ ડિનરમાં રાષ્ટ્રપતિ બાઈડેને 400 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. જેમાં ઈન્દિરા નૂઈ, આનંદ મહિન્દ્રા, નિખિલ કામત, શાંતનુ નારાયણ સહિત અનેક દિગ્ગજો સામેલ છે. પીએમ મોદીના સન્માનમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા આપવામાં આવેલ આ રાજકીય ભોજન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની ઓળખને દર્શાવે છે. કારણ કે અગાઉ રાષ્ટ્રપતિ બાઈડેને માત્ર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું.