શોધખોળ કરો

IT industry પર ઘેરાયા ચિંતાના વાદળો,નવી નોકરીઓની સંભાવનાઓ ઘટશે,જાણો શું છે રિપોર્ટ

Nasscom Report: આ વર્ષે દેશના IT ઉદ્યોગનો વિકાસ 3.8 ટકા રહેવાનો અંદાજ છે. તેમજ નાણાકીય વર્ષ 2024માં તે માત્ર 250 બિલિયન ડોલરનો આંકડો પાર કરી શકશે. નાસ્કોમે કહ્યું છે કે ગયા વર્ષે આઈટી ઉદ્યોગનો વિકાસ દર 8.4 ટકા હતો.

Nasscom Report: આ વર્ષે દેશના IT ઉદ્યોગનો વિકાસ 3.8 ટકા રહેવાનો અંદાજ છે. તેમજ નાણાકીય વર્ષ 2024માં તે માત્ર 250 બિલિયન ડોલરનો આંકડો પાર કરી શકશે. નાસ્કોમે કહ્યું છે કે ગયા વર્ષે આઈટી ઉદ્યોગનો વિકાસ દર 8.4 ટકા હતો. આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગના આ ધીમા વિકાસ દરને કારણે 2026 સુધીમાં 350 અરબ ડોલરના આંકડાને સ્પર્શ કરવો મુશ્કેલ બનશે.

વિશ્વભરમાં ટેક પર ખર્ચ અડધો થયો
નાસકોમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024માં આઈટી ઉદ્યોગ 253.9 અરબ ડોલરની થઈ શકે છે. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેની સ્પષ્ટ અસર કમાણી પર પણ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2023માં નવી આવક 19 અરબ ડોલર હતી, જે નાણાકીય વર્ષ 24માં માત્ર 9.3 અરબ ડોલર રહેવાનો અંદાજ છે. NASSCOM એ કહ્યું છે કે વિશ્વભરમાં ટેક પર ખર્ચમાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત 2023માં ટેક કોન્ટ્રાક્ટમાં પણ 6 ટકાનો ઘટાડો થયો છે.

IT ઉદ્યોગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે
નાસ્કોમના પ્રમુખ દેબજાની ઘોષે કહ્યું કે 2023ના પ્રદર્શનના આધારે અમે 2024નો ડેટા એકત્રિત કર્યો છે. આઇટી ઉદ્યોગમાં અપાર સંભાવનાઓ છે. અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. વિશ્વભરમાં ઘટાડા છતાં ભારતમાં આઈટી ઉદ્યોગ પ્રગતિ કરી રહ્યો છે. નાસ્કોમના ચેરમેન રાજેશ નામ્બિયારે જણાવ્યું હતું કે આઇટી ઉદ્યોગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તે સારી વાત છે.

60 હજાર નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે
રિપોર્ટ અનુસાર આ વર્ષે લગભગ 60 હજાર નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે. જો કે, આ આંકડો નાણાકીય વર્ષ 2023 માટે 2.90 લાખ કરતા ઘણો ઓછો છે. IT ઉદ્યોગમાં દરેક કર્મચારીના કૌશલ્ય વિકાસ માટે લગભગ 60 થી 100 કલાકનો સમય આપી શકાય છે. આ વર્ષે આવક અને ભરતી બંનેમાં વધારો થવાની ધારણા છે. નાસ્કોમના સર્વેમાં મોટા ભાગના સીઈઓએ આશા વ્યક્ત કરી છે કે નાણાકીય વર્ષ 2024ના બીજા છમાસિક ગાળામાં પરિસ્થિતિ સુધરશે. તેમને આશા છે કે ગ્રાહકો પણ તેમનું બજેટ વધારશે. જો કે, ઘણા લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે સ્થિતિ 2023 જેવી જ રહેશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે પણ ઘણું કામ થઈ રહ્યું છે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને આઈટી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું કામ થઈ રહ્યું છે. NASSCOM અનુસાર લગભગ 70 ટકા કંપનીઓએ આ માટે તૈયારી કરી લીધી છે. AI પ્રવૃત્તિઓ લગભગ 9 ગણી વધી છે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે AIને કારણે ભારતમાં વધુ નોકરીઓ નહીં જાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget