શોધખોળ કરો

60 વર્ષ પહેલાં NPS ના તમામ પૈસા ઉપાડવા છે? બદલાઈ ગયા છે નિયમો, જાણો લેટેસ્ટ અપડેટ

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માંથી 60 વર્ષ પહેલાં પૈસા ઉપાડવાને લઈને લોકોમાં ઘણી ગેરસમજ છે. 2.5 લાખ અને 5 લાખની લિમિટના સાચા નિયમો અને પૈસા ઉપાડવાની ઓનલાઇન પ્રોસેસ અહીં સરળ ભાષામાં સમજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NPSમાં ૨.૫ લાખ સુધીના ભંડોળનો સમય પહેલા સંપૂર્ણ ઉપાડ.
  • વધુ ભંડોળ હોય તો ૮૦% એન્યુઈટી, ૨૦% જ ઉપાડ.
  • ૫ લાખનો નિયમ ૬૦ વર્ષ પછીના ઉપાડ માટે છે.
  • NPS ઉપાડ હવે ઓનલાઈન, પૈસા ૩ દિવસમાં જમા.

nps premature withdrawal rules: રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) એક શાનદાર રિટાયરમેન્ટ પ્લાન છે, જેમાં સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર સુધી ફંડ લોક રહે છે. ખાસ કરીને ટેક્સ બચાવવા માટે આમાં રોકાણ કરતા ખાનગી કર્મચારીઓ ઈમરજન્સી વખતે સમય પહેલાં પૈસા ઉપાડવાનું વિચારતા હોય છે. પરંતુ સાચા નિયમોની જાણકારી ન હોવાને કારણે તેઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. અમુક ચોક્કસ શરતોને આધીન તમે 60 વર્ષ પહેલાં પણ આ એકાઉન્ટ બંધ કરીને પૈસા ઉપાડી શકો છો (પ્રિ-મેચ્યોર એક્ઝિટ). આજે આપણે NPS માંથી પૈસા ઉપાડવાના 2.5 લાખ અને 5 લાખ રૂપિયાની લિમિટના સાચા નિયમો અને ઘરે બેઠા ઓનલાઈન પૈસા ઉપાડવાની પ્રોસેસ વિશે વિગતે જાણીશું.

2.5 લાખ સુધીના ફંડનો શું છે નિયમ?

જો તમારા NPS એકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તો તમે સમય પહેલાં એકસાથે પૂરેપૂરી રકમ ઉપાડી શકો છો. આ સ્થિતિમાં તમારે કોઈ પેન્શન (એન્યુઇટી) પ્લાન ખરીદવાની જરૂર રહેતી નથી. પરંતુ અહી એક ખાસ શરત એ છે કે, જો તમારું ફંડ 2.5 લાખ રૂપિયાથી 1 રૂપિયો પણ વધારે હશે, તો તમને પૂરી રકમ એકસાથે રોકડમાં નહીં મળે.

2.5 લાખથી વધુ ફંડ હોય તો શું થશે?

જો તમારી જમા રકમ 2.5 લાખથી વધુ છે અને તમે 60 વર્ષ પહેલાં પૈસા ઉપાડવા માંગો છો, તો નિયમ મુજબ તમારે તે રકમના ઓછામાં ઓછા 80% હિસ્સાનું પેન્શન (એન્યુઇટી) પ્લાનમાં રોકાણ કરવું ફરજિયાત છે. તમે એકસાથે માત્ર 20% રકમ જ રોકડ તરીકે ઉપાડી શકશો.

5 લાખની લિમિટનું સત્ય સમજી લો

મોટાભાગના લોકોને એવી ગેરસમજ હોય છે કે 5 લાખ રૂપિયા સુધીનું ફંડ હોય તો પણ પૂરા પૈસા ઉપાડી શકાય છે. પરંતુ આ વાત સાવ ખોટી છે. હકીકતમાં, 5 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ ઉપાડનો નિયમ 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ (સામાન્ય એક્ઝિટ વખતે) લાગુ પડે છે, સમય પહેલા (પ્રિ-મેચ્યોર) ઉપાડ માટે આ નિયમ લાગુ પડતો નથી.

આ પણ વાંચોઃ NPS વાત્સલ્યના નવા નિયમો: હવે બાળકોના આ કામ માટે પૈસા ઉપાડી શકાશે, PFRDA ની મોટી રાહત

પૈસા ઉપાડવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

હવે NPS માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા એકદમ સરળ અને સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે. આ માટે તમારે CRA (પ્રોટીન - Protean) પોર્ટલ પર લોગ-ઈન કરીને 'એક્ઝિટ ફ્રોમ NPS' (Exit from NPS) નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

અરજી કરતી વખતે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ તરીકે તમારું આધાર કાર્ડ, PAN કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ પછી OTP અથવા આધાર ઈ-સાઇન દ્વારા તમારું વેરિફિકેશન પૂર્ણ કરો. તમારી અરજી સબમિટ થયાના માત્ર 3 વર્કિંગ દિવસની અંદર પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

આ પણ વાંચોઃ NPS માંથી પૈસા ઉપાડતા પહેલા સાવધાન! નિયમો બદલાયા, એક નાની ભૂલ નિવૃત્તિ પર ભારે પડશે

Frequently Asked Questions

NPS માંથી 60 વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકાય?

હા, કેટલીક ચોક્કસ શરતોને આધીન તમે 60 વર્ષ પહેલાં પણ NPS એકાઉન્ટ બંધ કરીને પૈસા ઉપાડી શકો છો. આને 'પ્રિ-મેચ્યોર એક્ઝિટ' કહેવાય છે.

NPS માં 2.5 લાખ રૂપિયા સુધીના ફંડ માટે શું નિયમ છે?

જો તમારા NPS એકાઉન્ટમાં કુલ રકમ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય, તો તમે સમય પહેલાં પૂરેપૂરી રકમ એકસાથે ઉપાડી શકો છો. આ સ્થિતિમાં કોઈ પેન્શન પ્લાન ખરીદવાની જરૂર નથી.

જો NPS માં 2.5 લાખથી વધુ ફંડ હોય તો સમય પહેલાં પૈસા કેવી રીતે ઉપાડી શકાય?

જો 2.5 લાખથી વધુ ફંડ હોય, તો તમારે ઓછામાં ઓછા 80% હિસ્સાનું પેન્શન (એન્યુઇટી) પ્લાનમાં રોકાણ કરવું ફરજિયાત છે. તમે માત્ર 20% રકમ જ રોકડ તરીકે ઉપાડી શકશો.

NPS માં 5 લાખ રૂપિયાની લિમિટ ક્યારે લાગુ પડે છે?

5 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ ઉપાડનો નિયમ 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ લાગુ પડે છે. સમય પહેલાં (પ્રિ-મેચ્યોર) ઉપાડ માટે આ નિયમ લાગુ પડતો નથી.

ટોપ સ્ટોરી

SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા
દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા
ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 
ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 
આજથી ભારત-ન્યૂઝીલેન્ડ ડીલ લાગુ, બિઝનેસ-નોકરી અને અભ્યાસને લઈ શું બદલાશે?
આજથી ભારત-ન્યૂઝીલેન્ડ ડીલ લાગુ, બિઝનેસ-નોકરી અને અભ્યાસને લઈ શું બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Embed widget