શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જો તમે Netflixનો કરી રહ્યા છો ઉપયોગ, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના
ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ હવે એવા ગ્રાહકોની મેમ્બરશિપ રદ કરવા જઈ રહ્યું છે જેઓ છેલ્લા એક વર્ષથી તેનો ઉપયોગ નથી કરી રહ્યાં.
![જો તમે Netflixનો કરી રહ્યા છો ઉપયોગ, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના netflix to cancel membership of inactive users company sending notification to customers for confirmation જો તમે Netflixનો કરી રહ્યા છો ઉપયોગ, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/22230950/Netflix.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ હવે એવા ગ્રાહકોની મેમ્બરશિપ રદ કરવા જઈ રહ્યું છે જેઓ છેલ્લા એક વર્ષથી તેનો ઉપયોગ નથી કરી રહ્યાં. કંપની અનુસાર ઘણા એવા એકાઉન્ટ્સ છે, જે મેમ્બરશિપ ફીસ આપી રહ્યાં છે પરંતુ એક વર્ષથી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ નથી કર્યું. કંપની આવા મેમ્બર્સને ઈમેલ દ્વારા નોટિફિકેશન મોકલાવી રહી છે.
કંપનીના ડાયરેક્ટર એડી વૂ અનુસાર તેનાથી કંપની પર વધુ ભાર નહીં પડે કારણે કે તેની સંખ્યા માત્ર કેટલાક લાખ છે એટલે કે 0.5 ટકા છે. કંપનીએ પહેલા જ તેને પોતાની ફાઈનાન્સિયલ ગાઈડેન્સમાં સામેલ કરી લીધું છે.
નેટફ્લિક્સ તે લોકોને પણ નોટિફિકેશન મોકલાવી રહી છે જેમણે 2 વર્ષથી આ પ્લેટફોર્મ પર કંઈક પણ સ્ટ્રમિંગ નથી કર્યું. તમામ નિષ્ક્રિય મેમ્બરને નોટિફિકેશન મોકલવામાં આવી રહી છે કે, તેઓ પોતોની મેમ્બરશિપ યથાવત રાખવા માંગે છે કે નહીં. જો જવાબ નહીં મળે તો કંપની ખુદ મેમ્બરશિપ ખતમ કરી રહી છે. જો કે કંપની કોઈ પણ મેમ્બરના એકાઉન્ટની ફેવરિટ, અલગ અલગ પ્રોફાઈલ અને કન્ટેન્ટની પસંદનો આગામી 10 મહિના સુધી યથાવત રાખશે, જેથી મેમ્બર ફરી પોતાનું એકાઉન્ટ શરું કરે તો પોતાનું એકાઉન્ટ જૂની સ્થિતિમાં જ મળે.
એડી વૂએ કંપનીના આ પગલું લેવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, ગ્રાહકો વચ્ચે કંપનીની ગુડવિલ બને, અમને આશા છે કે , આ નવા પગલાથી લોકો મહેનતની કમાણી બચાવી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)