શોધખોળ કરો

New Bank Locker Rules: લોકરનો ઉપયોગ કરતા બેંક ગ્રાહકો માટે સારા સમાચાર, RBI એ આપી મોટી રાહત, જાણો વિગતે

આરબીઆઈએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ, 2023 સુધીમાં બેંકોએ તેમના દરેક લોકર કીપિંગ ક્લાયન્ટને જાણ કરવી પડશે.

Bank Locker Rule: બેંકમાં લોકર ધરાવતા ગ્રાહકોને RBIએ રાહત આપી છે. આરબીઆઈએ બેંકો માટે ગ્રાહકો સાથેના લોકર માટેના કરારને રિન્યૂ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉના ગ્રાહકોએ 1 જાન્યુઆરી, 2023 પહેલા કરાર રિન્યૂ કરવાનો હતો.

આરબીઆઈએ જાહેરાત કરી હતી કે તેણે બેંકોને ગ્રાહકો સાથેના કરારને રિન્યૂ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવી છે. આરબીઆઈએ કહ્યું કે તેના ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ નવા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણા કિસ્સાઓમાં, બેંકોએ લોકર ધરાવતા ગ્રાહકોને જાણ પણ નથી કરી કે 1 જાન્યુઆરી, 2023 પહેલા ગ્રાહકોએ નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. આરબીઆઈએ તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સુધારેલી સૂચનાઓ અનુસાર, ભારતીય બેંક એસોસિએશનને તેના ડ્રાફ્ટ મોડલ કરારનો અમલ કરવો જરૂરી છે.

આ બાબતોને કારણે બેંકો માટે કરાર રિન્યૂ કરવાની સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે. આરબીઆઈએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ, 2023 સુધીમાં બેંકોએ તેમના દરેક લોકર કીપિંગ ક્લાયન્ટને જાણ કરવી પડશે. બેંકોએ ખાતરી કરવી પડશે કે 30 જૂન, 2023 સુધીમાં 50 ટકા અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 75 ટકા વર્તમાન ગ્રાહકો નવા કરાર પર હસ્તાક્ષર કરે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ગ્રાહકો માટે સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ, ઈલેક્ટ્રોનિક કરારોનું અમલીકરણ, ઈ-સ્ટેમ્પિંગ જેવા નવા કરારો કરવા અને ગ્રાહકોને કરારોની નકલો પ્રદાન કરવાનું સરળ બનાવવા માટે નક્કર પગલાં લે. આરબીઆઈના નોટિફિકેશન મુજબ, 1 જાન્યુઆરી, 2023 સુધી કરારનું પાલન ન કરવાને કારણે સ્થગિત કરાયેલી લોકર્સની કામગીરીને તાત્કાલિક અનફ્રીઝ કરી દેવી જોઈએ.

RBIએ IBAને 18 ઓગસ્ટ, 2021ના પરિપત્રની આવશ્યકતાઓનું પાલન કરવામાં આવે છે અને 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં તમામ બેંકોને સંશોધિત સંસ્કરણ ઉપલબ્ધ કરાવી શકાય તેની ખાતરી કરવા માટે મોડલ કરારની સમીક્ષા કરવા અને તેમાં સુધારો કરવા જણાવ્યું છે.

નવો લોકર કરાર શું છે

આરબીઆઈએ 8 ઓગસ્ટ 2022ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ મુજબ જો ગ્રાહકના સામાનને નુકસાન થશે તો તેની જવાબદારી બેંકોની રહેશે. આ સાથે, ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધીમાં બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સાથે ગ્રાહકોને એસએમએસ અને અન્ય માધ્યમો દ્વારા લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે. નવા નિયમ હેઠળ, જો કોઈ નુકસાન થાય છે, તો આ જવાબદારી સીધી બેંકની રહેશે અને તેણે વળતર ચૂકવવું પડશે. જો બેંક કર્મચારીની છેતરપિંડીથી નુકસાન થાય છે, તો લોકરનું 100 ગણું ભાડું બેંકને ચૂકવવું પડશે. જો કે, જો લોકરને કુદરતી આફત અથવા અન્યથા અસર થાય છે, તો બેંક વળતર માટે જવાબદાર રહેશે નહીં. જો લોકર સુવિધા લેનાર ગ્રાહક મૃત્યુ પામે છે, તો નવા કરાર મુજબ, નોમિનીને લોકરની સુવિધા મળશે. જો તે આ લોકરને આગળ રાખવા માંગે છે તો તેણે બેંકનો સંપર્ક કરવો પડશે અને જો તે તેને દૂર કરવા માંગે છે તો તે દાવેદાર હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Embed widget