શોધખોળ કરો

પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટે તમારે બેંકમાં જવાની જરૂર નહીં પડે, ઘરે જ મળશે તમામ સુવિધાઓ, જાણો SBIનો પ્લાન

બેંકના CSP પરના કુલ વ્યવહારોમાં આ સેવાઓનો હિસ્સો 75 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે બેંક સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી, ખાતું ખોલાવવા અને કાર્ડ આધારિત સેવાઓ પણ પછીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

State Bank Of India: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને તેમના ઘરઆંગણે બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે 'મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસ' લોન્ચ કર્યું છે. આ હેઠળ, બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા હળવા વજનના ઉપકરણોથી વિવિધ બેંક સેવાઓનો લાભ લઈ શકાય છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશને મજબૂત કરવાનો અને સામાન્ય લોકોને આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. આ પહેલ બેંક સેવાઓ મેળવવામાં સુલભતા અને સુવિધા વધારવાનો એક ભાગ છે.

તેમણે કહ્યું કે આ પગલું ગ્રાહકો સુધી સીધા 'કિયોસ્ક બેંકિંગ' લાવે છે. આ ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) એજન્ટોને વધુ સુગમતા આપે છે. આનાથી ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે, ખાસ કરીને જેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો. ખારાએ કહ્યું કે નવી પહેલ હેઠળ શરૂઆતમાં પાંચ બેંકિંગ સેવાઓ - રોકડ ઉપાડ, રોકડ જમા, ફંડ ટ્રાન્સફર, બેલેન્સ પૂછપરછ અને મિની સ્ટેટમેન્ટ - પ્રદાન કરવામાં આવશે.

ખારાએ જણાવ્યું હતું કે બેંકના CSP પરના કુલ વ્યવહારોમાં આ સેવાઓનો હિસ્સો 75 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે બેંક સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી, ખાતું ખોલાવવા અને કાર્ડ આધારિત સેવાઓ પણ પછીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. SBIના ચેરમેને જણાવ્યું હતું કે, 'અમારો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો, ખાસ કરીને બેંક વગરના લોકો માટે બેંકિંગ સુવિધાઓ સુલભ બનાવવાનો છે, જેથી નાણાકીય સમાવેશની આકાંક્ષાઓ પૂર્ણ થાય.'

તેમણે કહ્યું કે, મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસની રજૂઆત સાથે ગ્રાહકોને તેમના સ્થાને વ્યવહાર કરવાનો અનુભવ મળશે. આ ટેક્નોલોજી કરોડો ગ્રાહકોને અનુકૂળ અને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.

ચેરમેન દિનેશ ખરાના જણાવ્યા અનુસાર, બેંક તેની સેવાઓને પછીથી વધુ વિસ્તારશે. તેમણે કહ્યું કે પછીથી ગ્રાહકોને સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી, ખાતું ખોલાવવા અને કાર્ડ આધારિત સેવાઓ પણ મળશે.

SBIના ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું છે કે આ નવી પહેલ હેઠળ શરૂઆતમાં સ્ટેટ બેંકે પાંચ બેંકિંગ સેવાઓ શરૂ કરી છે. એટલે કે ગ્રાહકો હવે ઘરે બેસીને પૈસા ઉપાડવા, પૈસા જમા કરાવવા, મની ટ્રાન્સફર, બેલેન્સ ચેકિંગ અને મિની સ્ટેટમેન્ટની સુવિધા મેળવી શકશે. ખાસ વાત એ છે કે આ સેવાઓ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રો પર થતા કુલ વ્યવહારોના 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget