શોધખોળ કરો
Advertisement
આવી રહ્યો છે નવો Jio ફોન, જાણો શું હશે તેમાં ખાસ
રિલાયન્સ જિયોનો એક નવો ફોન આવી રહ્યો છે. આ ફોનમાં મીડિયા ટેક ચિપસેટ લાગેલી હશે. જિયોનો આ ફોન ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ થશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોનો એક નવો ફોન આવી રહ્યો છે. આ ફોનમાં મીડિયા ટેક ચિપસેટ લાગેલી હશે. જિયોનો આ ફોન ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. રિલાયન્સ રિટેલના 4G ફીચર ફોનની ઘટતી ડિમાંડ વચ્ચે આ ફોન લોન્ચ થઈ રહ્યો છે. મીડિયાટેકના વાયરલેસ કમ્યુનિકેશન બિઝનેસ યુનિટના જનરલ મેનેજર ટીએલલીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અમે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે KaiOSની સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
મીડિયા ટેક પહેલા Lyf બ્રાન્ડ અંતર્ગત સસ્તી એન્ડ્રોઈડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત 4G VoLTE સ્માર્ટફોન લાવવા માટે રિલાયન્સ રિટેલ સાથે મળીને કામ કરતી હતી. હવે કંપની સ્માર્ટફોનથી 4G ફીચર તરફ વધારે ધ્યાન આપી રહી છે. એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, સ્માર્ટ ફીચર ફોન અહીંયા ઘણો પ્રાસંગિક થઈ રહ્યો છે. હાલ ભારતમાં જિયો ફોન માટે ક્વાલકોમ અને યુનિસોક ચિપસેટ્સ ઉપલબ્ધ કરાવે છે.
એપ્રિલ-જૂન 2019ના ક્વાર્ટરમાં ભારતના ફીચર ફોન માર્કેટમાં જિયો ફોનનો હિસ્સો ઘટીને 28 ટકા થઈ ગયો છે. જે એક વર્ષ પહેલાના સમયગાળામાં 47 ટકા હતો. જિયો ફોનની માંગ ઘટવાના કારણે ભારતના ફીચર ફોન માર્કેટમાં આશરે 39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો વિગત
વરસાદના કારણે ગુજરાતના કયા મંત્રીને ગાંધીનગરથી કેવડિયા પહોંચતા 10 કલાક લાગ્યા ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion