શોધખોળ કરો
Advertisement
નવા વર્ષે મોંઘવારીનો વધુ એક ઝાટકો, LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો
ડિસેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ની કિંમત 695 રૂપિયા હતી.
નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગેસ કંપનીઓએ સબસિડીવગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 714 રૂપિયા થઈ ગઈ છે. નવા વધારાના ભાવ આજે એટલે કે 1લી જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.
ડિસેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ની કિંમત 695 રૂપિયા હતી. સતત પાંચમા મહિને રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
કંપનીઓ દર મહિને ભાવ નિર્ધારણ કરે છે. જાન્યુઆરી માટે રેટ રિવીઝ બાદ પેટ્રોલિયમ કંપનીઓએ સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે.
તેવી જ રીતે કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો)ની કિંમતમાં 29.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડર માટે હવે દિલ્હીમાં 1241 રૂપિયા ચૂકવવા પડશે. કોલકાતામાં સબસિડી વગરના સિલિન્ડર માટે 747 રૂપિયા, મુંબઈમાં 684 રૂપિયા અને ચેન્નઈમાં 734 રૂપિયા ચૂકવવા પડશે.
કોમર્શિયલ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1308 રૂપિયા, મુંબઈમાં 1190 રૂપિયા અને ચેન્નઈમાં 1363 રૂપિયા થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement