શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને નિર્મલા સીતારમણે શું આપ્યા સંકેત? જાણો વિગત
આખી દુનિયામાં કોઈ એવો દેશ નથી જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ એક સમયે સ્થિર રહ્યા હોય. પેટ્રોલ અને ડીઝલ પર હાલ ટેક્સ ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી.
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ભડકો થતાં સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ઘણાં સમયથી વધી રહ્યા છે. જોકે આ દરમિયાન એવી અપેક્ષા હતી કે, આગામી થોડા સમય બાદ ભાવમાં ઘટાડો જોવા મળશે. પરંતુ હવે આ આશા પર પણ પાણી ફરી વળ્યું હોય એમ જોવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે, સોમવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરના કોઈ પણ ટેક્સમાં ઘટાડો નહીં થાય એમ કહ્યું હતું. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, આ જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે નહીં કારણ કે આ પહેલાથી જ જીએસટીના ઝીરો રેટ કેટેગરીમાં આવે છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, આખી દુનિયામાં કોઈ એવો દેશ નથી જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ એક સમયે સ્થિર રહ્યા હોય. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર હાલ ટેક્સ ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ બન્ને વસ્તુઓ પર કોઈ નવો ટેક્સ લાદવાનો પણ હાલ કોઈ પ્રસ્તાવન નથી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વિવિધ પ્રકારની એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટી લગાવે છે. આ સિવાય રાજ્ય સરકારો વેટ અને સ્થાનિક ટેક્સ પણ વસૂલ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement