શોધખોળ કરો
Advertisement
મોટો ફેંસલોઃ હવે પ્લોટ તરીકે વેચાનારી જમીન પર આપવો પડશે GST, જાણો વિગત
એએઆરના કહેવા પ્રમાણે, વિકસિત પ્લોટ ખરીદનારને વેચાણ માટે પરિસરના નિર્માણની કલમ અંતર્ગત આવશે.
નવી દિલ્હીઃ પાણીની પાઇપલાઇન, વીજળી અને પાણીના નિકાલની માટે સુવિધા માટે વેચવામાં આવતા પ્લોટ પર હવેથી જીએસટી લાગશે. ધ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR)એ જણાવ્યું કે, જો કોઈ રિયલ એસ્ટેટ ડેવલપર પાયાની સુવિધાવાળી જમીન પ્લોટના રૂપમાં વેચશે તો તેના પર જીએસટી લાગશે.
એએઆરના કહેવા પ્રમાણે, વિકસિત પ્લોટ ખરીદનારને વેચાણ માટે પરિસરના નિર્માણની કલમ અંતર્ગત આવશે. આ રીતે તેના પર જીએસટી લગાવાશે. એક અરજીકર્તાએ એએઆરની ગુજરાત બેંચ સમક્ષ આ અંગે અરજી કરીને પૂછ્યું હતું કે શું પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી, સમતલ જમીનવાળા પ્લોટના વેચાણ પર જીએસટી આપવો પડશે.
જેના જવાબમાં એએઆરે કહ્યું, અમારું માનવું છે કે વિકસિત પ્લોટ ખરીદનારને વેચાણ માટે પરિસરના નિર્માણની કલમ અંતર્ગત આવશે. જેના પર તેણે જીએસટી આપવો પડશે. એએઆરે આદેશ જાહેર કરતાં કહ્યું કે, અરજીકર્તા ડેવલપ્ડ પ્લોટનું વેચાણ કરે છે. વેચાણ મૂલ્યમાં જમીનના ખર્ચ ઉપરાંત પ્રાથમિક સુવિધાના ખર્ચનો અંદાજ પણ સામેલ હોય છે. આ ફેંસલાથી વિકસિત પ્લોટના વેચાણ પર મળનારી તટસ્થ સ્થિતિનો લાભ સમાપ્ત થઈ જશે. કોરોના કાળમાં આ ફેંસલાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારે મંદી આવી શકે છે.
દેશમા કોરોના વાયરસના કારણે ફેલાયેલી મંદીથી મકાન અને પ્લોટનું વેચાણ ઘટ્યું છે. પ્લોટના વેચાણ પર જીએસટી લાગવાથી રિયલ્ટી કારોબારમાં વધુ ઘટાડો થઈ શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા એક્સપર્ટ માને છે કે આ સેકટરમાં હાલ છ મહિના સુધી તેજી આવવાની કોઈ સંભાવના નથી. સરકાર જો આ સેકટરને મોટું પેકેજ આપશે ત્યારે જ તેમાં વેગ આવશે.
કોરોનાની સારવાર માટે વધુ એક ભારતીય કંપનીએ દવા કરી લોન્ચ, જાણો વિગત
ભારતમાં પ્રતિ લાખ કોવિડ-19 કેસની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement