શોધખોળ કરો
Advertisement
કોરોનાની સારવાર માટે વધુ એક ભારતીય કંપનીએ દવા કરી લોન્ચ, જાણો વિગત
બીએસઈ પર આજે સિપ્લાનો શેર 18.70 (2.94%) રૂપિયાના વધારા સાથે 655.80 રૂપિયા પર બંધ રહ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય દવા કંપની સિપ્લા લિમિટેડે એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરના જેનરિક વર્ઝનને કોવિડ-19 દર્દીની સારવારમાં ઈમરજન્સી યૂઝ તરીકે લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ દવા કંપનીએ સિપ્રેમી નામથી ભારતીય બજારમાં રજૂ કરી છે. રેમડેસિવિર કોવિડ-19 સંક્રમણના દર્દીઓ માટે USFDA માન્ય ઈમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન દવા છે. જેનો હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 શંકાસ્પદો કે લેબોરેટરી દ્વારા કોરોનાવાયરસ ઈન્ફેક્શન હોવાનું જાહેર કરવામાં આવ્યા હોય તેવા બાળકો અને પુખ્તોની સારવારમાં કરી શકાય છે.
અમેરિકન દવા નિર્માતા કંપની ગિલિએડ સાયન્સે મે મહિનામાં સિપ્લાને રેમડિસવિરના જેનેરિક સંસ્કરણ સિપ્રેમીના નિર્માણ માટે સ્વૈચ્છિક નોન એક્સક્લૂઝિવ લાયસન્સ આપ્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ દેશમાં મર્યાદીત ઈમરજન્સી ઉપયોગ માટે સિપ્લાની દવા સિપ્રેમીને મંજૂરી આપી છે." કંપનીના નિવેદન પ્રમાણે રિસ્ક મેનેજમેન્ટ પ્લાન મુજબ, સિપ્લા દવાના ઉપયોગની ટ્રેનિંગ આપશે. દર્દીઓને સંમતિના દસ્તાવેજોની માહિતી આપશે, માર્કેટિંગ પછી સર્વેલન્સ તેમજ ભારતીય દર્દીઓ પર ચોથા તબક્કા પર ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરશે.
સિપ્લા દ્વારા હજુ સુધી ભારતીય બજારમાં દવાની કિંમતને લઈ કોઈ જાણકારી આપી નથી. સિપ્લાના એમડી અને ગ્લોબલ સીઈઓ ઉમંગ વોહરાએ કહ્યું કે, અમે કોવિડ-19 મહામારીથી પ્રભાવિત લાખો જિંદગીઓને બચાવવાના શક્ય તમામ ઉપાયો શોધવામાં રોકાણ કર્યુ છે. આ લોન્ચ ઉપરોક્ત દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. જે દર્દી પર આ દવાનો ઉપયોગ થશે તેમણે એક સહમતિ ફોર્મ ભરવું પડશે. સરકારી અને ઓપન માર્કેટ ચેનલ્સ દ્વારા દવાની સપ્લાઇ કરવામાં આવશે.
તાજેતરમાં ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું હતું કે, કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફાવિપિરાવીરને ફેબીફ્લૂ બ્રાંડ નામથી રજૂ કરાઈ છે. ગ્લેનમાર્કને 19 જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાવિપિરાવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, હળવાથી મધ્યમ લક્ષણો દર્શાવતા દર્દીઓ ફેબીફ્લૂના ઉપયોગથી લાભ મેળવી શકે છે. આ દવાની કિમત 200 મિલિગ્રામ માટે રૂ. 103 પ્રતિ ટેબ્લેટ રાખવામાં આવી છે. જયારે 34 ટેબલેટ્સની એક સ્ટ્રીપનો ભાવ રૂ. 3500 નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દવા હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શનના આધારે ઉપલબ્ધ રહેશે.
બીએસઈ પર આજે સિપ્લાનો શેર 18.70 (2.94%) રૂપિયાના વધારા સાથે 655.80 રૂપિયા પર બંધ રહ્યો હતો.
ભારતમાં પ્રતિ લાખ કોવિડ-19 કેસની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી, જાણો વિગતે
દેશ ચીન સામે બે યુદ્ધ લડી રહ્યો છે, બંનેમાં આપણો વિજય થશેઃ કેજરીવાલ
હું ક્રિકેટર છું, રાજનેતા નહીં, સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈ શોએબ મલિકે જણાવી અનેક મહત્વની વાતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion