હવે દેશમાં જ બનશે અને સસ્તામાં મળશે આ સામાન, ચીનની બાદશાહત થશે ખતમ
એકંદરે ભારતમાં સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે સારી તૈયારીઓ કરી છે અને તેની અસર આગામી સમયમાં જોવા મળી શકે છે.
![હવે દેશમાં જ બનશે અને સસ્તામાં મળશે આ સામાન, ચીનની બાદશાહત થશે ખતમ Now they will be made in the country and will be available cheap, these goods will not come from China હવે દેશમાં જ બનશે અને સસ્તામાં મળશે આ સામાન, ચીનની બાદશાહત થશે ખતમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2bca87b9aeb9b7df38518493c6fa859e1677476604897685_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ban on Imports: સરકાર સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs) ની શરૂઆત કરવામાં આવશે જેથી હલકી ગુણવત્તાવાળા માલની આયાત અટકાવી શકાય અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. સરકાર આગામી છ મહિનામાં એલ્યુમિનિયમ, કોપર પ્રોડક્ટ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે ઓછામાં ઓછા 58 QCO લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.
આ નિર્ણયની સૌથી વધુ અસર ચીન પર પડશે. વાસ્તવમાં, સરકાર જે માલની આયાત બંધ કરવાનું વિચારી રહી છે તેમાંથી મોટા ભાગના માલની આયાત ચીનમાંથી જ થાય છે. એકંદરે ભારતમાં સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે સારી તૈયારીઓ કરી છે અને તેની અસર આગામી સમયમાં જોવા મળી શકે છે.
સારી ગુણવત્તાની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં આ પગલું ભરવાની તૈયારી ચાલી રહી છે. ભારતમાં બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હશે. આ સિવાય તેમની કિંમત સસ્તી થવાની શક્યતા છે, જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકોને થશે.
આવી કંપનીઓ પર સરકારનો આ નવો નિયમ લાગુ થશે
પીટીઆઈ-ભાષા સાથેની વાતચીતમાં ડીપીઆઈઆઈટીમાં જોઈન્ટ સેક્રેટરી સંજીવે જણાવ્યું કે, 1987થી માત્ર 34 ક્યુસીઓ લાવવામાં આવ્યા છે. પરંતુ હવે અમે આગામી છ મહિનામાં 58 QCO લાવશું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બીજા દરની વસ્તુઓની આયાતને રોકવાનો છે. આ ફરજિયાત ધોરણો સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ માટે હશે.
આ માલનું ઉત્પાદન બંધ કરવામાં આવશે
ગુણવત્તા નિયંત્રણ માટે જારી કરાયેલા આ આદેશો હેઠળ, 315 ઉત્પાદનો પ્રમાણભૂત હશે. આ આદેશો હેઠળ, ભારતીય માનક બ્યુરો (BIS) ચિહ્ન ધરાવતા ઉત્પાદનોનું ઉત્પાદન, ખરીદી, વેચાણ, આયાત અને સંગ્રહ કરી શકાતું નથી. તેમણે કહ્યું કે, QCO પ્રક્રિયાને અનુસર્યા પછી એક વર્ષમાં તેની જાણ કરવામાં આવશે.
દેશમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ તમામ પગલાં લઈ રહી છે.તેમણે કહ્યું કે ગુણવત્તા સુનિશ્ચિત કરવાથી ભારતમાં બનેલી વસ્તુઓ માટે સમગ્ર વિશ્વ બજાર પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ
PPF, FD, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, આ સરળ પદ્ધતિ જણાવશે કે પૈસા કેટલા સમયમાં થશે બમણા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)