શોધખોળ કરો
Advertisement
ATM માંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ
જો કમિટીની ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો એટીએમથી એક વખતમાં 5 હજારથી વધારે રકમ ઉપાડવા પર ગ્રાહકે 24 રૂપિયા ચૂકવવા પડી શકે છે. વર્તમાન વ્યવસ્થા અંતર્ગત હાલ પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટના આ સમયમાં બેંક ગ્રાહકોને વધુ એક ઝટકો લાગી શકે છે. હવ બેંક એટીએમમાંથી પાંચ હજાર રૂપિયાથી વધારે કેશ ઉપાડવા પર ચાર્જ આપવો પડી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલ તેના પર વિચારણા કરી રહ્યું છે.
આરબીઆઈએ એટીએમ શુલ્ક પર ફરી વિચારણા માટે એક કમિટી બનાવી છે. આ કમિટીએ એટીએમથી એક વખતમાં પાંચ હજારતી વધારે રકમ ઉપાડવા પર ફી વસૂલવાની ભલામણ કરી છે. ગ્રાહકો વધુમાં વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે તેમ આરબીઆઈ ઈચ્છે છે. એટીએમનો ઉપયોગ લોકો રૂપિયા જમા કરાવવા માટે કરે તેમ ઈચ્છે છે. ઉપરાંત મોટા શહેરોમાં એટીએમની સંખ્યા ઘટાડવા અને 10 લાખથી ઓછી વસતિવાળા શહેરોમાં એટીએમનું ચલણ વધારવા ઈચ્છે છે.
જો કમિટીની ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો એટીએમથી એક વખતમાં 5 હજારથી વધારે રકમ ઉપાડવા પર ગ્રાહકે 24 રૂપિયા ચૂકવવા પડી શકે છે. વર્તમાન વ્યવસ્થા અંતર્ગત હાલ પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી છે. નવા નિયમ પ્રમાણે પાંચ ફ્રી ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. એટલે કે કોઈપણ ટ્રાન્ઝેક્શનમાં 5 હજારથી વધારે રૂપિયા ઉપાડવા પર 24 રૂપિયા ચાર્જ આપવો પડી શકે છે. હાલ પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે. નવો નિયમ આમાં સામેલ નહીં હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement