શોધખોળ કરો

Ola Electric IPO: પૈસા કમાવા માટે થઈ જાઓ તૈયાર, Ola Electric લાવી રહી છે IPO, જાણો સંપૂર્ણ માહિતી

Ola Electric IPO: ઓલા આઈપીઓ લાવીને દેશની પ્રથમ લિસ્ટેડ ઇલેક્ટ્રિક વાહન કંપની બનવા જઈ રહી છે. તે Ather Energy, Bajaj અને TVS મોટર કંપની તરફથી મજબૂત પડકારનો સામનો કરી રહી છે.

Ola Electric IPO: ઓલા ઈલેક્ટ્રીક(Ola Electric) ના આઈપીઓની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. હવે ભાવિશ અગ્રવાલ(Bhavish Aggarwal)ની આગેવાની હેઠળની આ કંપનીના IPOની તારીખ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલા ઈલેક્ટ્રીક આઈપીઓ(Ola Electric IPO)ની એન્કર બુક 1 ઓગસ્ટના રોજ ખુલશે. આ ઉપરાંત, ઈશ્યૂનું સબસ્ક્રિપ્શન 2જી ઓગસ્ટથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. SoftBank સમર્થિત કંપની આ IPO દ્વારા લગભગ 4.5 અરબ ડોલરનું વેલ્યુએશન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. IPOનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થઈ શકે છે.

દેશની પ્રથમ લિસ્ટેડ ઇલેક્ટ્રિક વાહન કંપની બનશે
આ IPO ના સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, Ola શેરબજારમાં લિસ્ટેડ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન કંપની બની જશે. સૂત્રોના આધારે, બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ IPO ની કિંમત લગભગ 6000 કરોડ રૂપિયા હશે. આમાં ફ્રેશ ઈશ્યુની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હશે. છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં, કંપનીનું મૂલ્યાંકન $5.5 બિલિયન હોવાનો અંદાજ હતો. જોકે, IPO 18 ટકા નીચા વેલ્યુએશન પર $4.5 બિલિયન પર લિસ્ટ થવા જઈ રહ્યો છે.

સેબીએ 20 જૂને IPO લાવવાની મંજૂરી આપી હતી
ઓલા ઈલેક્ટ્રિકને એથર એનર્જી, બજાજ અને ટીવીએસ મોટર કંપની તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલા ઈલેક્ટ્રીકે હજુ સુધી આઈપીઓની તારીખોની પુષ્ટિ કરી નથી. કંપનીએ 22 ડિસેમ્બર, 2023ના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીને IPO દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા હતા. સેબીએ આ વર્ષે 20 જૂને IPO લાવવાની મંજૂરી આપી હતી. આ IPO દ્વારા ભાવિશ અગ્રવાલ બજારમાં અંદાજે 4.7 કરોડ શેર લોન્ચ કરશે. આ સિવાય ઘણા મોટા શેરધારકો પણ તેમાં પોતાના શેર વેચશે.

આઈપીઓમાંથી આવતા નાણાંનો ઉપયોગ આ હેતુઓ માટે કરવામાં આવશે
IPO દસ્તાવેજ અનુસાર, એકત્ર કરાયેલા નાણામાંથી રૂ. 1,226 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરવામાં આવશે. આ સિવાય 800 કરોડ રૂપિયા લોનની ચુકવણી પર, 1600 કરોડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર અને 350 કરોડ રૂપિયા કંપનીની ભવિષ્યની યોજનાઓ પર ખર્ચવામાં આવશે. ઓલા ઈલેક્ટ્રીકને ગયા વર્ષે અંદાજે રૂ. 3200 કરોડનું ભંડોળ મળ્યું હતું. કંપનીની ફેક્ટરી તામિલનાડુમાં છે.

ઓલા ઈલેક્ટ્રીક 2026ના પહેલા ભાગમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તાજેતરમાં કંપનીએ તેની આગામી ઇલેક્ટ્રિક બાઇકના બેટરી પેકને ટીઝ કર્યું છે, જેણે તેમની નવી પ્રોડક્ટ વિશે ઉત્સુકતા વધારી છે. હાલમાં, ઈલેક્ટ્રિક મોટરસાઈકલ સેગમેન્ટમાં માત્ર કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓ પાસેથી મર્યાદિત સંખ્યામાં ઈલેક્ટ્રિક બાઈક ઉપલબ્ધ છે, જેના કારણે ઓલા માટે મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશવાનો આ યોગ્ય સમય છે. ઓલા પાસે પહેલેથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો છે જેઓ તેમની વિશ્વસનીયતા અને ગુણવત્તા જાણે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Embed widget