(Source: ECI/ABP News/ABP Majha)
Adani Group: RBI બાદ હવે SEBIએ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપને હાલમાં થોડા દિવસોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે
SEBI On Adani Group : વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપને હાલમાં થોડા દિવસોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની ત્રણ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં પણ ઘટાડો થયો છે. આ સાથે રોકાણકારોને પણ મોટું નુકસાન થયું છે. આજે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI એ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું.
On the Adani issue, SEBI says it is committed to ensuring market integrity and appropriate structural strength pic.twitter.com/U9gLz80Y8m
— ANI (@ANI) February 4, 2023
બજારમાં ગડબડ થવા દેશે નહીં
બજારના ઘટાડા અંગે SEBIએ કહ્યું હતું કે તે બજારમાં નિષ્પક્ષતા, કાર્યક્ષમતા અને તેના મજબૂત ફંડામેન્ટલ્સ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સેબીએ અદાણી ગ્રુપનું નામ લીધા વિના આ વાત કરી હતી. સેબીએ જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે શેરબજાર સીમલેસ, પારદર્શક, કાર્યક્ષમ રીતે કાર્ય કરે, જેમ કે અત્યાર સુધી થઈ રહ્યું છે. ઉપરાંત, બજારમાં રોકાણકારો સાથે કોઈ ગડબડને મંજૂરી આપવામાં આવશે નહીં.
બિઝનેસ ગ્રુપના શેરમાં ગડબડ
સેબીએ જણાવ્યું હતું કે છેલ્લા સપ્તાહ દરમિયાન બિઝનેસ ગ્રુપના શેરના ભાવમાં અસામાન્ય વધઘટ જોવા મળી છે. બજારની સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે ખાસ શેરોમાં ભારે અસ્થિરતાનો સામનો કરવા માટે તમામ મોનિટરિંગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સેબીએ એમ પણ કહ્યું હતું કે તમામ ચોક્કસ કેસો ધ્યાનમાં આવ્યા બાદ સેબી તેની તપાસ કરે છે અને યોગ્ય પગલાં લે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉથલપાથલ થઈ છે.
આરબીઆઇએ શું આપ્યું હતું નિવેદન
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અદાણી જૂથની ભારતીય બેંકો દ્વારા આપવામાં આવેલી લોન પર બેંકિંગ ક્ષેત્રનું નિયમનકારી નિવેદન બહાર પાડ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે, બેંકોના રેગ્યુલેટર અને સુપરવાઈઝર હોવાને કારણે આરબીઆઈ સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખે છે, જેથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.
અમેરિકાની હિંડનબર્ગ એજન્સીના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ પણ ઘણી ઘટી ગઈ છે. આ સિવાય અદાણી ગ્રુપે તેની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પણ રદ કર્યો હતો.