Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારનો આંચકો! નહીં મળે 18 મહિનાનું DA
સરકારે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત પર પ્રતિબંધ મૂક્યો હતો.
![Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારનો આંચકો! નહીં મળે 18 મહિનાનું DA Pay Commission : Central Govt Employees will not get 18 Months of DA Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારનો આંચકો! નહીં મળે 18 મહિનાનું DA](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/71dc76f2f461c8944f1e25e523796132167879838310381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Central Government employees : કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રોકાયેલું 18 મહિનાનું મોંઘવારી ભથ્થું તેમને આપવામાં આવશે નહીં. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ના ત્રણ હપ્તાનું એરિયર્સ આપવાની કોઈ યોજના નથી. ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારીઓ અને પેન્શનર્સ એસોસિએશને સરકારને 18 મહિનાના ડીએ અને ડીઆરની છૂટ અંગે ઘણી અરજીઓ આપી હતી.
સરકારે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021ના રોજ જારી કરાયેલ મોંઘવારી ભથ્થું બંધ કરવાનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે સર્જાયેલા આર્થિક વિક્ષેપને કારણે લેવામાં આવ્યો હતો. જેથી નાણાકીય બોજ સરકાર પર ઘટાડી શકાય છે. આ દ્વારા સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી હતી.
કર્મચારીઓ લાંબા સમયથી કરી રહ્યા હતા માંગ
પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર, રોગચાળા દરમિયાન, સરકારે કલ્યાણકારી યોજનાઓ માટે ઘણા પૈસાની જોગવાઈ કરવી પડી હતી. તેની અસર 2020-21 અને તે પછી પણ જોવા મળી છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં FRBM એક્ટની જોગવાઈઓની તુલનામાં બજેટ ખાધ બમણી છે, તેથી DA આપવાનો પ્રસ્તાવ નથી. આ પરથી સ્પષ્ટ છે કે, આ સમાચારથી કરોડો સરકારી કર્મચારીઓ ચોંકી ગયા છે અને તેમની બાકી રકમ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. કર્મચારીઓ લાંબા સમયથી તેમની બાકી ડીએની રકમની રાહ જોઈ રહ્યા હતા અને સરકાર પાસે આ અંગે ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી રહ્યા હતા.
સપ્ટેમ્બરમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે દિવાળીના એક મહિના પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકા ડીએ મળતું હતું જે હવે વધીને 38 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, યુપી, કર્ણાટક, પંજાબ અને આસામની સરકારોએ તેમના કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)