શોધખોળ કરો

Paytm Share Price: લિસ્ટિંગ પછી પહેલીવાર Paytmનો શેર રૂ. 1,000થી નીચે ગયો, રોકાણકારોના 70,000 કરોડ ડૂબી ગયા

Paytm 2150 રૂપિયા પ્રતિ શેરના દરે 18,800 કરોડ રૂપિયાના ઈતિહાસનો સૌથી મોટો IPO લાવ્યો હતો.

Paytm Share Update: Paytm ના રોકાણકારોને શુક્રવારે જબરદસ્ત આંચકો લાગ્યો. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ બાદ Paytmનો સ્ટોક પ્રથમ વખત રૂ. 1,000થી નીચે ગયો હતો. Paytmનો શેર ઘટીને રૂ.995 થયો હતો.

Paytm રૂ. 995 પર નીચે આવી ગયો

સવારે શેરબજાર ખુલ્યાના થોડા સમય બાદ Paytmના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને તે રૂ.1,000ની નીચે ગબડીને રૂ.995 પર આવી ગયો હતો. જો કે, Paytmના શેરમાં નીચલા સ્તરેથી ખરીદી નીકળી હતી અને સ્ટોક 1000ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, પેટીએમના સ્ટોકનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું ત્યારથી તેનું મૂલ્યાંકન 50 ટકાથી વધુ ઘટી ગયું છે. બ્રોકરેજ હાઉસના ડાઉનગ્રેડ બાદ પેટીએમની માર્કેટ મૂડીમાં રૂ. 70,000 કરોડનો ઘટાડો થયો છે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા IPOની કિંમત અનુસાર Paytmનું માર્કેટ વેલ્યુ 1.39 લાખ કરોડ રૂપિયા હતું અને આજે તેનું માર્કેટ કેપ ઘટીને 69000 કરોડ રૂપિયા થઈ ગયું છે.

બ્રોકરેજ હાઉસ ડાઉનગ્રેડ

તમને જણાવી દઈએ કે Paytm 2150 રૂપિયા પ્રતિ શેરના દરે 18,800 કરોડ રૂપિયાના ઈતિહાસનો સૌથી મોટો IPO લાવ્યો હતો. શેરનું લિસ્ટિંગ થયું ત્યારથી શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. તાજેતરમાં, કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ ખોટા સમયે IPO લાવવા માટે Paytmના સ્ટોકની આ સ્થિતિને જવાબદાર ગણાવી છે. પેટીએમના શેરમાં ઘટાડાનું કારણ પેટીએમના શેર અંગે બ્રોકરેજ હાઉસ મેક્વેરી કેપિટલનો નવો ટાર્ગેટ છે.

Macquarieએ Paytmનો ટાર્ગેટ ઘટાડ્યો

વિદેશી બ્રોકરેજ હાઉસ મેક્વેરી કેપિટલે Paytmના શેરમાં વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. Macquarie Capitalએ Paytmનો લક્ષ્યાંક ઘટાડીને રૂ. 900 પ્રતિ શેર કર્યો છે. જે વર્તમાન ઈશ્યુ પ્રાઈસ કરતા 58 ટકા ઓછી છે. અગાઉ મેક્વેરીએ Paytmનો ટાર્ગેટ ઘટાડીને રૂ. 1200 કર્યો હતો. મેક્વેરી અનુસાર, Paytmના બિઝનેસ મોડલમાં દિશાનો અભાવ છે. તેમના મતે, Paytm માટે નફો કરવો એ એક મોટો પડકાર છે.

ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને નાણાંનું રોકાણ કરવાની અહીંથી ક્યારેય સલાહ આપી નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget