Petrol-Diesel Price: મોંઘા પેટ્રોલ-ડીઝલથી સામાન્ય માણસને થોડી રાહત, આજે ભાવમાં થયો ઘટાડો
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત પણ ઘટીને 88.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
નવી દિલ્હી: મોંઘા પેટ્રોલ અને ડીઝલની કિંમતનો સતત સામનો કરી રહેલા સામાન્ય માણસને આજે થોડી રાહત મળી છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. બીજી બાજુ રવિવારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત વિરોધ વચ્ચે 35 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં આ ઘટાડો થયો છે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત પણ ઘટીને 88.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે. અને ડીઝલની કિંમત 96.48 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 99.20 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 93.52 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.82 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલની કિંમત 91.98 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહી છે.
કિંમતોમાં નરમાઈની અસર દેશમાં તેલના ભાવમાં અસ્થિરતા પર પહેલેથી જ જોવા મળી રહી છે. સોમવારે પણ OMC એ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પેટ્રોલની છૂટક કિંમતમાં 55 ટકા હિસ્સો ટેક્સનો છે. આમાં 32.90 રૂપિયા પ્રતિ લીટરની એક્સાઇઝ ડ્યુટી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. 22.80 પ્રતિ લીટર વેલ્યુ એડેડ ટેક્સ, જે રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. તે જ સમયે, ડીઝલની કિંમતમાં કરનો હિસ્સો 50 ટકા છે. આમાં એક્સાઈઝ ડ્યુટીનો હિસ્સો 31.80 રૂપિયા અને વેટનો હિસ્સો 13.04 રૂપિયા પ્રતિ લીટર છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.