પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો કેટલા રુપિયાનો થયો વધારો ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 30 પૈસા, ડીઝલના ભાવમાં 37 પૈસા વધ્યા છે. અઠવાડિયામાં છઠ્ઠીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
Petrol-Diesel Price Hike: સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 30 પૈસા, ડીઝલના ભાવમાં 37 પૈસા વધ્યા છે. અઠવાડિયામાં છઠ્ઠીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી સતત તેલના ભાવને અસર કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતીય ઓઇલ કંપનીઓએ આજે ફરી તેલ (ઓઇલ) નાં ભાવમાં વધારો ઝીંક્યો છે.
અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. પેટ્રોલના ભાવ માં 30 પૈસા અને ડિઝલના ભાવમાં 37 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 7 દિવસોમાં 6ઠ્ઠી વખત પેટ્રોલ - ડીઝલનો ભાવ વધ્યો છે.
5 દિવસમાં પેટ્રોલમાં રૂ. 4.05 વધ્યા
5 દિવસમાં ડીઝલમાં રૂ. 4.17 વધ્યા
દિલ્હીમાં પેટ્રૉલની કિંમત 50 પૈસા અને ડીઝલની કિંમત 55 ટકા વધી
દેશમાં મોંઘવારી સતત વધતી જાય છે. પેટ્રૉલ અને ડીઝલમાં કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રૉલની કિંમત 50 પૈસા અને ડીઝલની કિંમત 55 ટકા વધી ગયા છે, ત્યારબાદ રાજધાનીમાં એક લીટર પેટ્રૉલની કિંમત 99 રૂપિયા 11 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 90 રૂપિયા 42 પૈસા થઇ ગઇ છે. ગઈકાલે રાજધાની દિલ્હીમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં 80 પૈસાનો વધારો થયો હતો. ચાર મહિનાથી વધુના અંતરાલ બાદ મંગળવારે પહેલીવાર આ કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો, ત્યારબાદ છેલ્લા છ દિવસની અંદર પાંચમી વાર પેટ્રૉલ-ડીઝલ મોંઘુ થયુ છે.
મુંબઇમાં એક લીટર પેટ્રૉલની કિંમત 113 રૂપિયા 88 પૈસા -
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક લીટર પેટ્રૉલની કિંમત 113 રૂપિયા 88 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 98 રૂપિયા 13 પૈસા થઇ ગઇ છે. અહીં પેટ્રૉલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતોમાં 85 પૈસાનો વધારો ઝીંકાયો છે. તાજેતરમાં કાચા તેલની કિંમતોમાં તંગ પુરવઠાના ડરથી લગભગ 35-40 ટકાનો વધારો થયો છે.
કોલકત્તા -
એક લીટર પેટ્રૉલ - 108.53 રૂપિયા
એક લીટર ડીઝલ - 93.57 રૂપિયા
ચેન્નાઇ -
એક લીટર પેટ્રૉલ - 104.90 રૂપિયા
એક લીટર ડીઝલ - 95 રૂપિયા
ઉલ્લેખનીય છે કે, નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી ઇંધણની કિંમતો સ્થિર રહી હતી, તે દરમિયાન કેન્દ્રએ પેટ્રૉલ અને ડીઝલ પર ઉત્પાદ શુલ્કમાં ક્રમશઃ 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લીટરની કમી હતી. ઓએમસી જુદાજુદા કારકોના આધાર પર પરિવહન ઇંધણ ખર્ચમાં ફેરફાર કરે છે. છેલ્લી કિંમતમાં ઉત્પાદ શુલ્ક, મૂલ્ય વર્ધિત કર અને ડીલરનુ કમીશન સામેલ છે.
રશિયા વિરુદ્ધ પ્રતિબંધ ભારત માટે ચિંતાનો વિષય -
આશંકા છે કે રશિયા વિરુદ્ધ હાલમાં પ્રતિબંધ વધુ વૈશ્વિક પુરવઠાને ઓછો કરી દેશે અને વિકાસને પ્રભાવિત કરશે. કાચા તેલની કિંમત સીમા ભારત માટે ચિંતાનો વિષય છે, કેમ કે આનાથી પેટ્રૉલ અને ડીઝલ 15 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા કાચુ તેલ આયાત કરે છે.