શોધખોળ કરો
મોંઘવારીનો વધુ એક મારઃ એક વર્ષની ટોંચે પહોંચી પેટ્રોલની કિંમત, જાણો કેટલો થયો વધારો
આ પહેલા દિલ્હીમાં 24 નવેમ્બર 2018ના રોજ પેટ્રોલ 75.25 રૂપિયા પ્રતિ લિટર હતું.
નવી દિલ્હીઃ પહેલા મંદી, બાદમાં મોંઘું શાકભાજી અને હવે મોંમાં પેટ્રોલ-ડીઝલ. દેશમાં વધી રહેલ મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે. હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વર્ષની ટોચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયા લિટર થઈ ગઈ છે અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
પેટ્લોની કિંમત એક વર્ષની ટોંચી પહોંચી ગઈ છે. આ પહેલા દિલ્હીમાં 24 નવેમ્બર 2018ના રોજ પેટ્રોલ 75.25 રૂપિયા પ્રતિ લિટર હતું. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 75, મુંબઈમાં 80.65, કોલકાતામાં 77.67 અને ચેન્નઈમાં 77.97 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
જ્યારે ડીઝલની વાત કરીએ તો ઇન્ડિન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં ડીઝલ, 66.04, મુંબઈમાં 69.27, કોલકાતમાં 68.45 અને ચેન્નઈમાં 69.81 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલ 72 રૂપિયાની ઉપર અને ડીઝલ 69 રૂપિયાની ઉપર વેચાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement