શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
પીઆઈબીએ આ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે આવી પોસ્ટ સંપૂર્ણપણે નકલી છે
આધાર કાર્ડની (Aadhaar Card) જેમ પાન કાર્ડ પણ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે કોઈપણ નાણાકીય કામ માટે જરૂરી છે પરંતુ આ દિવસોમાં પાન કાર્ડ સંબંધિત એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોને 24 કલાકની અંદર તેમના ખાતામાં PAN માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો એકાઉન્ટ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. પીઆઈબીએ આ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે આવી પોસ્ટ સંપૂર્ણપણે નકલી છે.
Claim: The customer's India Post Payments bank account will be blocked within 24 hours if their Pan card is not updated. #PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2025
❌ This claim is #Fake
➡️ @IndiaPostOffice never sends any such messages
➡️ Never share your personal & bank details with anyone pic.twitter.com/B7CEdp0g2f
'PAN વિગતો અપડેટ કરો, નહીં તો ખાતું બંધ...'
India Post Payments Bank ના ગ્રાહકોને લગતી એક નકલી પોસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં ગ્રાહકોને 24 કલાકની અંદર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના તેમના ખાતા સાથે PAN સંબંધિત માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી રહી છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકોના એકાઉન્ટ બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જો તમે પણ આ પોસ્ટને જોઈને ડરી ગયા છો તો સાવધાન થઈ જાવ કારણ કે તે નકલી છે અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા બનાવવામાં આવી નથી. PIBએ સ્પષ્ટપણે કહ્યું છે કે @IndiaPostOffice દ્વારા આવો કોઈ મેસેજ મોકલવામાં આવ્યો નથી.
ઈન્ડિયા પોસ્ટે આવા મેસેજ મોકલ્યા નથી
PIBએ સોશિયલ મીડિયા પર આ પાન કાર્ડ કૌભાંડ વિશેની માહિતી શેર કરીને અને આવા દાવાઓને નકલી ગણાવીને પોસ્ટ કરી છે. તેણે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ખાતાધારકોને છેતરપિંડી વિશે ચેતવણી આપી છે. ફેક્ટ ચેકમાં આવી પોસ્ટ કપટપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયા પોસ્ટે આવા મેસેજ મોકલ્યા નથી અને ભવિષ્યમાં આવા મેસેજ મોકલશે નહીં. PIB અનુસાર, આવા ફેક મેસેજ અથવા પોસ્ટમાં શંકાસ્પદ લિંક હોય છે જેનાથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે.
કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ
PAN કાર્ડ સંબંધિત આ કૌભાંડ વિશે યુઝર્સને ચેતવણી આપવાની સાથે પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ એ પણ સલાહ આપી છે કે લોકોએ આ મેસેજમાં સામેલ કોઈપણ લિંક પર ક્લિક કરવાનું અથવા વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ અને એકાઉન્ટ બંધ કરવા જેવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં આ નકલી છે. ઈન્ડિયા પોસ્ટ ક્યારેય કોઈ મેસેજ મોકલતી નથી.
PIB આ અંગે પહેલાથી જ પાન કાર્ડ યુઝર અને ઈન્ડિયા પોસ્ટના ગ્રાહકોને ચેતવણી આપી ચૂક્યું છે અને હવે ફરી એકવાર આવી પોસ્ટ વાયરલ થવા પર ચેતવણી જાહેર કરી છે. આમાં PIBએ ગ્રાહકોને તેમની અંગત વિગતો જેમ કે બેન્ક ખાતાની માહિતી અને પાન કાર્ડ કોઈની સાથે શેર ન કરવા જણાવ્યું છે. કારણ કે સાયબર ગુનેગારો વારંવાર આવા ફેક મેસેજ મોકલીને લોકોની અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે.