PIB Fact Check: શું એક વર્ષમાં બચત ખાતામાં 40 થી વધારે ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? જાણો શું છે સત્ય
આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.
Fact Check of Banking Rules: સોશિયલ મીડિયા આજકાલ માહિતીનો એક વિશાળ સ્ત્રોત બની ગયો છે. કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો પડે છે. દેશમાં વધી રહેલા ડિજીટલાઇઝેશનના આ યુગમાં અનેક પ્રકારની ભ્રામક માહિતી પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમામ માહિતીની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.
શું છે સોશિયલ મીડિયાનો દાવો?
આજકાલ સોશિયલ મીડિયા પર બેંકિંગ નિયમોમાં ફેરફારને લઈને દાવાઓ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો સેવિંગ બેંક એકાઉન્ટ પર એક વર્ષમાં 40 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. આ પછી, 41મા ટ્રાન્ઝેક્શન માટે તમારે 57.5 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ સાથે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મહિનામાં 4 થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે કુલ 173 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વાયરલ મેસેજ જોયો હોય તો અમે તમને આ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ.
दावा: बचत खाते मे वर्ष मे 40 ट्रांजेक्शन से अधिक होने पर जमा राशि से प्रति ट्रांजेक्शन ₹57.5 की कटौती की जाएगी और एटीएम से 4 बार से अधिक पैसा निकालने पर कुल ₹173 काटे जायेंगे#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 18, 2022
▶️ये दावे #फर्जी हैं
▶️@TheOfficialSBI ने ट्रांजेक्शन के नियमों में बदलाव नहीं किया है https://t.co/s3b8VwEhv5 pic.twitter.com/JGSaFavzJv
પીઆઈબીએ હકીકત તપાસી હતી
તમને જણાવી દઈએ કે પીઆઈબી ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજની ફેક્ટ-ચેક કરી છે. આ તથ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. ભારતીય સ્ટેટ બેંકે બચત ખાતા અને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે તેના ગ્રાહકો પર કોઈપણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી. આ સાથે ચેક પેમેન્ટ પર બદલાયેલા નિયમો, વિદેશમાં પૈસા મોકલવા માટે ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવાનો દાવો પણ સંપૂર્ણપણે બોગસ છે. આરબીઆઈ, સરકાર કે સ્ટેટ બેંક દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અહીં જાણો ATM ટ્રાન્ઝેક્શન લિમિટ
PIB ફેક્ટ પરથી જાણવા મળ્યું છે કે દરેક ગ્રાહક એક મહિનામાં 5 જેટલા ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે. આ સાથે, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા SBIના 6 મેટ્રો શહેરોમાં એક દિવસમાં 3 અન્ય બેંક એટીએમ પર વ્યવહારો મફત છે. આ સાથે, બેંકે બચત ખાતામાં વર્ષના 40 ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી નથી.