(Source: ECI/ABP News/ABP Majha)
જો PAN કાર્ડ અપડેટ નહીં કરો તો પોસ્ટ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ બ્લોક થઈ જશે? જાણો બેંકે શું કહ્યું
એક ટ્વિટમાં, PIBના ફેક્ટ ચેક હેન્ડલએ જણાવ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ ક્યારેય પણ તેના ગ્રાહકોને આવા કોઈ સંદેશા મોકલતી નથી અને તેઓએ તેમની વ્યક્તિગત અને બેંક વિગતો કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.
PIB Fact Check: ઘણા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને મેસેજ મળી રહ્યો હશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે કારણ કે તેમનું PAN કાર્ડ અપડેટ કરવામાં આવ્યું નથી. મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે જ્યાં યુઝર્સ તેમના PAN કાર્ડની વિગતો અપડેટ કરી શકે છે.
જો કે, તે પ્રકાશમાં આવ્યું છે કે ગુનેગારો દ્વારા વપરાશકર્તાઓની ખાનગી અને નાણાકીય માહિતી મેળવવા અને તેમને છેતરવા માટે આ કૌભાંડ છે. શું આ દાવો સાચો છે કે ખોટો? એ જાણવા માટે કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઇબી)ની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી. પીઆઈબીની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભે માહિતી શેર કરી છે.
એક ટ્વિટમાં, PIBના ફેક્ટ ચેક હેન્ડલએ જણાવ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ ક્યારેય પણ તેના ગ્રાહકોને આવા કોઈ સંદેશા મોકલતી નથી અને તેઓએ તેમની વ્યક્તિગત અને બેંક વિગતો કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.
Claim: The customer's India Post Payments bank account will be blocked within 24 hrs if their Pan card is not updated.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 21, 2023
❌ This claim is #Fake.
✅ @IndiaPostOffice never sends any such messages.
✅ Never share your personal & bank details with anyone. pic.twitter.com/NEasN1R0Yc
આ મહિનાની શરૂઆતમાં, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે પણ તેના ગ્રાહકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા અથવા કોઈની સાથે વ્યક્તિગત બેંકિંગ વિગતો શેર ન કરવાની સલાહ આપી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "અમે લોકોને ચેતવણી આપીએ છીએ કે તેઓ આવા કૌભાંડોનો શિકાર ન બને."
PIB ફેક્ટ ચેક એ ફેક્ટ-ચેકિંગ આર્મ છે જે ડિસેમ્બર 2019માં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યક્તિઓમાં ફેક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતી માહિતીના પ્રસારને રોકવા માટે શરૂ કરવામાં આવી હતી. ભૂતકાળમાં, ઘણા કિસ્સાઓમાં PIB ફેક્ટ ચેકે ગ્રાહકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ફેક ન્યૂઝ માટે પડતા અટકાવ્યા છે.