PM Kisan Scheme: PM Modi એ ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો કર્યો ટ્રાન્સફર, જો તમારા ખાતામાં ન આવ્યા હોય રૂપિયા તો આ નંબર પર કરો ફરિયાદ
PM Kisan Status: કેન્દ્ર સરકારે આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 10મા હપ્તાના રૂપિયા સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે.
PM Kisan Samman Nidhi: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. PM મોદીએ નવા વર્ષમાં દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana)ના 10મા હપ્તાના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન યોજના હેઠળ 10.09 કરોડ ખેડૂતોને રૂ. 20,900 કરોડનો 10મો હપ્તો જાહેર કર્યો.
મોદી સરકાર આપે છે આર્થિક સહાય
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ જાહેર કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને એક વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
1.24 લાખ ખેડૂતોને ફાયદો થશે
આજે, પીએમ મોદીએ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPOs) ને 14 કરોડ રૂપિયાથી વધુની ઈક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરી છે. તેનાથી 1.24 લાખ ખેડૂતોને ફાયદો થશે. નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિવિધ રાજ્યોના મંત્રીઓ અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
કેટલા લાભાર્થીઓના ખાતામાં કેટલા કરોડ કરવામાં આવ્યા ટ્રાન્સફર
આ અવસર પર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે નવા વર્ષ 2022ના પહેલા દિવસે 10.09 કરોડ લાભાર્થીઓના ખાતામાં 20,900 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન કાર્યક્રમ ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોમાં સરકારને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે.
જો પૈસા ન મળે તો આ નંબરો પર ફરિયાદ કરો
- પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
- ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in