શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની આ જોખમ વગરની સ્કીમમાં રોકાણ કરો, દર મહિને ઘર બેઠા મેળવો ₹9250 વ્યાજ

Post Office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ (MIS) માં મળી રહ્યું છે 7.4% નું શાનદાર વ્યાજ, જાણો પત્ની સાથે જોઈન્ટ ખાતું ખોલાવીને કેવી રીતે મેળવવો આ ફાયદો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના જોખમ વિના ફિક્સ કમાણી આપે છે.
  • આ યોજનામાં ₹15 લાખ સુધી રોકાણ પર 7.4% વ્યાજ મળે છે.
  • દર મહિને ₹9250 વ્યાજ સીધા બચત ખાતામાં જમા થાય છે.
  • 5 વર્ષની મુદત પછી મૂળ રકમ સલામત પાછી મળે છે.

Post Office Scheme: જો તમે કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર દર મહિને એક ફિક્સ કમાણી કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સરકારી સ્કીમમાં તમારે માત્ર એક જ વાર પૈસા રોકવાના રહેશે, જેના બદલામાં તમને દર મહિને 100% ગેરંટી સાથે ₹9250 સુધીનું વ્યાજ સીધું તમારા બચત ખાતામાં મળશે. આ યોજનામાં 7.4 ટકાના શાનદાર વ્યાજ દર સાથે તમારું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને 5 વર્ષની મુદત પૂરી થયા પછી તમને તમારી આખી રકમ પાછી મળી જાય છે.

શૂન્ય જોખમ અને 100% ગેરંટી

આજના સમયમાં કમાણીના પૈસા રોકવા માટે બજારમાં ઘણા બધા રસ્તાઓ ઉપલબ્ધ છે. જો તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવી જગ્યાએ રોકાણ કરો તો મોટો નફો થઈ શકે છે, પણ સાથે આખેઆખા પૈસા ડૂબી જવાનું જોખમ પણ એટલું જ રહેલું હોય છે. જો તમે આવું કોઈ જોખમ લેવા નથી માંગતા, તો પોસ્ટ ઓફિસની આ બચત યોજના તમારા માટે જ બનેલી છે. આ સ્કીમ સામાન્ય લોકોમાં ખૂબ ફેમસ છે કારણ કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલમાં આ સ્કીમ હેઠળ વાર્ષિક 7.4% ના દરે વ્યાજ આપવામાં આવે છે. એકવાર પૈસા જમા કરાવ્યા પછી, ખાતું ખોલ્યાના આગામી 5 વર્ષ સુધી તમને દર મહિને નિયમિત ફિક્સ વ્યાજ મળતું રહેશે.

ક્યાં, કેવી રીતે અને કેટલું રોકાણ કરવું?

આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવવાનું રહેશે. તમે આમાં બે રીતે ખાતું ખોલાવી શકો છો:

સિંગલ એકાઉન્ટ: જો તમે એકલા પોતાના નામે ખાતું ખોલાવો છો, તો તમે વધુમાં વધુ ₹9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

જોઈન્ટ એકાઉન્ટ: જો તમે તમારી પત્ની કે પરિવારના કોઈ સભ્ય સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવો છો, તો રોકાણની મર્યાદા વધી જાય છે અને તમે વધુમાં વધુ ₹15 લાખ સુધી જમા કરાવી શકો છો.

રેલવે કર્મચારીઓને બખ્ખાં: DAમાં 2%નો વધારો, 4 મહિનાના એરિયર્સ સાથે મળશે આટલો પગાર, જાણો વિગત

દર મહિને ₹9250 કેવી રીતે મળશે?

આનું ગણિત બહુ સરળ છે. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને તેમાં મહત્તમ લિમિટ એટલે કે ₹15 લાખ એકસાથે જમા કરો છો, તો 7.4% ના વાર્ષિક વ્યાજ દર પ્રમાણે તમારું વર્ષનું વ્યાજ ₹1,11,000 થાય. આ હિસાબે તમને દર મહિને ₹9250 નું ફિક્સ વ્યાજ મળવાનું શરૂ થઈ જશે.

આ વ્યાજના પૈસા દર મહિને સીધા તમારા બચત ખાતામાં જમા થતા રહેશે, જેનો ઉપયોગ તમે તમારા ઘરખર્ચ કે અન્ય જરૂરિયાતો માટે કરી શકો છો. આ સ્કીમની પાકતી મુદત (Maturity) 5 વર્ષની છે. એટલે કે 5 વર્ષ પૂરા થતાં જ, તમે રોકેલા મૂળ ₹15 લાખ તમને સલામત પાછા મળી જશે. નિવૃત્ત લોકો અથવા જેમને નિયમિત માસિક આવકની જરૂર છે તેમના માટે આ સ્કીમ આશીર્વાદ સમાન છે.

18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) માં કેટલું જોખમ છે?

પોસ્ટ ઓફિસ MIS યોજના સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈ જોખમ નથી. આ સરકારી યોજના 100% ગેરંટી સાથે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

MIS યોજનામાં વાર્ષિક વ્યાજ દર કેટલો છે અને તે કેવી રીતે મળે છે?

આ યોજનામાં હાલમાં 7.4% નો વાર્ષિક વ્યાજ દર મળે છે. આ વ્યાજ દર મહિને ₹9250 સુધી સીધું તમારા બચત ખાતામાં જમા થાય છે.

MIS યોજનામાં મહત્તમ કેટલું રોકાણ કરી શકાય છે?

સિંગલ એકાઉન્ટમાં તમે વધુમાં વધુ ₹9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જોઈન્ટ એકાઉન્ટમાં ₹15 લાખ સુધીનું રોકાણ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

MIS યોજનાની મુદત કેટલી છે અને મૂળ રકમ ક્યારે પાછી મળે છે?

આ યોજનાની મુદત 5 વર્ષની છે. 5 વર્ષની મુદત પૂરી થયા પછી, તમને રોકેલી મૂળ રકમ સંપૂર્ણપણે પાછી મળી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Embed widget