શોધખોળ કરો

Multibagger PSU Stocks: એક વર્ષમાં મલ્ટિબેગર થયા 32 સરકારી શેર, આ 11 સ્ટોકમાં તો રોકાણકારોના પૈસા થઈ ગયા ત્રણ ગણા

Multibagger PSU Stocks: શેરબજાર માટે છેલ્લું એક વર્ષ શાનદાર રહ્યું છે. ખાસ કરીને PSU શેર્સમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન, કુલ 32 સરકારી શેરોએ બજારમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે.

Multibagger PSU Stocks: શેરબજાર માટે છેલ્લું એક વર્ષ શાનદાર રહ્યું છે. ખાસ કરીને PSU શેર્સમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન, કુલ 32 સરકારી શેરોએ બજારમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. મતલબ, 32 સરકારી શેરનું એક વર્ષનું વળતર ઓછામાં ઓછું 100 ટકા છે.

સૌથી વધુ આ શેરના ભાવ વધ્યા
16 જાન્યુઆરી સુધીના ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સરકારી શેરોમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન IRFCનું રહ્યું છે, જેણે આ સમયગાળા દરમિયાન લગભગ 330 ટકા વળતર આપ્યું છે. આનો અર્થ એ થયો કે આ શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોના પૈસા 4 ગણાથી વધુ કમાવ્યા છે. આ સિવાય માર્કેટમાં 10 સરકારી શેરોએ છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછું 200 ટકા વળતર આપ્યું છે.

આ શેર 200 ટકાથી વધુ વધ્યા છે
છેલ્લા એક વર્ષમાં CPCL 272 ટકા, REC લિમિટેડ 255 ટકા, ITI 253 ટકા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને IRCON ઇન્ટરનેશનલ બંને 232 ટકા, કોચીન શિપયાર્ડ 217 ટકા વધ્યા છે, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સે 215 ટકા, મઝગાંવ ડોકે 202 ટકા, MRPLએ 201 ટકા અને MSTCએ 200 ટકા વળતર આપ્યું છે.

આ શેરોએ પૈસા પણ બમણા કર્યા
મલ્ટિબેગર શેર એ એવા શેર છે કે જેણે નિશ્ચિત સમયગાળામાં ઓછામાં ઓછું 100 ટકા વળતર આપ્યું હોય. છેલ્લા એક વર્ષમાં 100 ટકાથી વધુ વળતર આપનાર અન્ય સરકારી શેરોમાં GMDC, SJVN, Rail Vikas, NLC India, RailTel Corporation, Scooters India, FACT, Engineers India, PTC India Finance, HUDCO, BHEL, હિન્દુસ્તાન એરોનોટિક્સ J&K બેંક. , NBCC, ડ્રેજિંગ કોર્પોરેશન, ઓરિસ્સા મિનરલ્સ, PTC ઈન્ડિયા, GSFC, હિન્દુસ્તાન કોપર, BEML અને બોમર લોરીનો સમાવેશ થાય છે. આ શેરોએ છેલ્લા એક વર્ષમાં 100 ટકાથી લઈને 196 ટકા સુધીનું વળતર આપ્યું છે.

શેરબજારમાં 2024નો સૌથી મોટો કડાકો

: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1628.01 પોઇન્ટના કડાકા સાથે 75,500.76 પોઇન્ટ પર, નિફ્ટી 50 460.35 પોઇન્ટના ઘટાડા સાથે 21,571.95 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંક નિફ્ટી 2060.65 પોઇન્ટના કડાકા સાથે 46,064.45 પોઇન્ટ પર બંધ રહી. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 370.62 લાખ કરોડ થઈ છે, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોના 433.70 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. મંગળવારે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ ઘટીને રૂ. 375.02 લાખ કરોડ થઈ હતી, જે સોમવારના સત્રમાં રૂ. 376.14 લાખ કરોડ હતી. મંગળવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.12 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે સત્રમાં રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત સુચના માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Embed widget