Fact Check: 350 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવ્યાનો દાવો કરતી આ પોસ્ટ છે નકલી
PTI Fact Check: સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે 350 રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે

સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે 350 રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે. વાયરલ ફોટામાં 350 રૂપિયાની નોટોનું બંડલ દેખાય છે.
પીટીઆઈ ફેક્ટ ચેકની તપાસમાં વાયરલ દાવો નકલી સાબિત થયો હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા 350 રૂપિયાની નવી નોટ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી.
દાવો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક યુઝરે 10 માર્ચ, 2025ના રોજ એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, "બજારમાં નવી વસ્તુ આવી છે," જેમાં 350 રૂપિયાની નોટો બે બંડલ સાથે જોવા મળે છે. પોસ્ટ લિંક, આર્કાઇવ લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.
બીજા એક યુઝરે 8 માર્ચ, 2025ના રોજ ફેસબુક પર આ જ દાવા સાથે વાયરલ તસવીર શેર કરી છે. પોસ્ટની લિંક, આર્કાઇવ લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.
તપાસ
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્કે વાયરલ દાવાનું સત્ય જાણવા માટે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ ઓપન સર્ચ કર્યું પરંતુ કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યો નહીં. તપાસના આગળના ભાગમાં ડેસ્કએ રિઝર્વ બેન્ ઓફ ઈન્ડિયા (RBI) ની સત્તાવાર વેબસાઇટ સ્કેન કરી જ્યાં અમને RBI દ્વારા જાહેર કરવામાં આવનારી નોટોના સેટની તસવીરો પણ મળી હતી. આમાં પણ 350 રૂપિયાની નોટની આવી કોઈ તસવીર નહોતી. અહીં વેબસાઇટની લિંક છે અને નીચે તેનો સ્ક્રીનશોટ જુઓ.
વધુમાં RBIની સત્તાવાર વેબસાઇટના વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) વિભાગમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં ચલણમાં રહેલી બેન્ક નોટ 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની છે. નીચે એ જ વિભાગની લિંક અને સ્ક્રીનશોટ આપેલ છે.
અમારી અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થયું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI ટૂંક સમયમાં 350 રૂપિયાની નોટ જાહેર કરવા જઈ રહી છે, તે સંપૂર્ણપણે નકલી છે.
દાવો
350 રૂપિયાની નવી નોટ બજારમાં આવી.
હકીકત
પીટીઆઈ ફેક્ટ ચેકમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું.
નિષ્કર્ષ
અમારી અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થયું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI ટૂંક સમયમાં 350 રૂપિયાની નોટ જાહેર કરવા જઈ રહી છે, તે સંપૂર્ણપણે નકલી છે.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક PTIએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

