શોધખોળ કરો

ટિકિટ બુક કરતા પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં! રેલવેએ લોન્ચ કરી આ ખાસ એપ

RailOne app ticket booking: AI ની મદદથી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની 94% સચોટ આગાહી કરશે આ એપ, સાથે જનરલ ટિકિટ બુકિંગ અને લાઈવ ટ્રેન ટ્રેકિંગની પણ સુવિધા મળશે એક જ જગ્યાએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રેલવેએ 'RailOne' એપ લોન્ચ કરી, વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જણાવશે.
  • AI ટેકનોલોજી ટિકિટ કન્ફર્મ થવાની 94% સચોટ આગાહી કરશે.
  • એક જ એપમાં રિઝર્વેશન, જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ શક્ય.
  • જનરલ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, લાઈવ ટ્રેન લોકેશન ટ્રેક થશે.

RailOne app ticket booking: ભારતીય રેલવેમાં રોજેરોજ મુસાફરી કરતા લાખો લોકો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. તહેવારો કે રજાઓમાં કન્ફર્મ ટિકિટ ન મળવી અને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની લાંબી ચિંતા હવે ભૂતકાળ બની જશે. રેલવે મંત્રાલયે 'RailOne' (રેલવન) નામની એક નવી અને એડવાન્સ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમે ટિકિટ બુક કરો તે પહેલાં જ જણાવી દેશે કે તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે. આ ઉપરાંત, આ એક જ એપમાં રિઝર્વેશન, જનરલ ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ ટિકિટ અને ટ્રેનનું લાઈવ લોકેશન ટ્રેક કરવા જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આજે રેલવેમાં મુસાફરોનો ધસારો એટલો વધી ગયો છે કે અમુક રૂટની રેગ્યુલર ટ્રેનોમાં કન્ફર્મ સીટ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે. ઘણીવાર તો બુકિંગ ખુલતાની સાથે જ બધી સીટો ફૂલ થઈ જતી હોય છે. આવા સમયે મજબૂરીમાં લોકોને વેઇટિંગ ટિકિટ લેવી પડે છે અને પછી છેલ્લી ઘડી સુધી તે કન્ફર્મ થવાની રાહ જોવી પડે છે. જો ટિકિટ કન્ફર્મ ન થાય તો છેવટે મુસાફરી રદ કરવાનો વારો આવે છે. પરંતુ હવે નવી RailOne એપ મુસાફરોની આ મુશ્કેલીનો અંત લાવશે. આ એપ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બુકિંગ પહેલાં જ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવનાની સચોટ આગાહી કરી આપે છે. આ વર્ષની શરૂઆતમાં જ આ ફીચર લાવવામાં આવ્યું હતું, અને શરૂઆતમાં આ આગાહીની ચોકસાઈ 53% હતી, જે હવે સુધરીને 94% સુધી પહોંચી ગઈ છે. યુઝર્સ તરફથી પણ આ ફીચરના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

રેલ્વે મુસાફરો ધ્યાન આપો: 1 માર્ચથી UTS એપ બંધ થશે, હવે આ નવી એપથી જ બુક થશે ટિકિટ; જાણો સંપૂર્ણ વિગત

RailOne એપ માત્ર ટિકિટ કન્ફર્મેશન પૂરતી સીમિત નથી, તેમાં મુસાફરો માટે બીજી ઘણી શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે. અગાઉ લોકોએ જનરલ (અનરિઝર્વ્ડ) ટિકિટ બુક કરવા માટે અલગ એપ ડાઉનલોડ કરવી પડતી હતી, પણ હવે આ એક જ એપથી રિઝર્વેશનવાળી ટિકિટની સાથે સાથે જનરલ ક્લાસની ટિકિટ પણ બુક કરી શકાશે. એટલું જ નહીં, તમે આ મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ પણ ખરીદી શકો છો. મુસાફરી દરમિયાન તમારી ટ્રેન ક્યાં પહોંચી છે તેનું લાઈવ લોકેશન પણ આમાં ચેક કરી શકાય છે અને જો કોઈ તકલીફ પડે તો 'રેલ મદદ' હેલ્પલાઈન પર સીધી ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકાય છે. સૌથી સારી વાત એ છે કે, RailOne એપ પર અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને 3% જેટલું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવી તારીખ

Frequently Asked Questions

RailOne એપ શું છે?

RailOne એક નવી અને એડવાન્સ મોબાઈલ એપ છે જે ભારતીય રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તે ટિકિટ બુકિંગ અને મુસાફરી સંબંધિત અનેક સુવિધાઓ પૂરી પાડે છે.

RailOne એપ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના કેવી રીતે જણાવે છે?

આ એપ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બુકિંગ પહેલાં જ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવનાની સચોટ આગાહી કરે છે, જેની ચોકસાઈ હવે 94% સુધી પહોંચી ગઈ છે.

RailOne એપમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?

આ એપમાં રિઝર્વેશન, જનરલ ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેનનું લાઈવ લોકેશન ટ્રેક કરવું અને 'રેલ મદદ' હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવી જેવી સુવિધાઓ મળે છે.

જનરલ ટિકિટ બુક કરવા પર કોઈ ડિસ્કાઉન્ટ મળે છે?

હા, RailOne એપ પર અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને 3% જેટલું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

ટોપ સ્ટોરી

ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

વિડિઓઝ

Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Embed widget