શોધખોળ કરો
રેલવેની ફેસ્ટિવલ ઓફરઃ પ્રવાસીઓને માત્ર 1 પૈસામાં મળશે 10 લાખનો વીમો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આ તહેવારની સીઝનમાં પ્રવાસીઓ માટે ફેસ્ટિવલ ઓફર અંતર્ગત માત્ર એક પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો આપવાનો નિર્ણય કર્યો છે. આ ઓફરનો લાભ 7થી લઈને 31 ઓક્ટોબર સુધી ઇન્ટરનેટ ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, રેલવેએ સપ્ટેમ્ર મહિનાની શરૂઆતથી વૈકલ્પિક યોજના અંતર્ગત વીમા સુવિધા શરૂ કરી છે. યોજના અંતર્ગત આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા ટ્રેન ટિકિટ લેનાર વ્યક્તિને માત્ર 92 પૈસા પ્રીમિયમ આપીને વીમો લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તે અંતર્ગત સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધી અંદાજે એક કરોડ 21 લાખ લોકો ટિકિટ બુક કરાવીને વીમાનો લાભ લઈ ચૂક્યા છે. વીમા કવર અંતર્ગત, જો પ્રવાસીનું રેલવે પ્રવાસ દરમિયાન મૃત્યું થાય તો તેના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. પૂર્ણરૂપથી વિકલાંગ થવા પર 7.5 લાખ રૂપિયા તથા હોસ્પટિલમાં દાખલ થવા પર 2 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે.
વધુ વાંચો





















