(Source: ECI/ABP News/ABP Majha)
Railway Freight: રેલ્વેએ બનાવ્યો નવો રેકોર્ડ, કમાણીમાં 16%નો વધારો, જાણો કેટલો માલ વહન કરવામાં આવ્યો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં રેલ્વેએ નૂરમાંથી રૂ. 1,05,905 કરોડની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉ કરતાં 16 ટકા વધુ છે.
Indian Railways: ભારતીય રેલ્વે દેશમાં સૌથી મોટા ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં રેલ્વેએ નૂર લોડિંગમાંથી સારી આવક મેળવી છે. નવેમ્બર મહિના સુધી, રેલવેની નૂરમાંથી (Freight Loading) કમાણી ગયા વર્ષની સરખામણીમાં 16 ટકા વધુ નોંધાઈ છે.
કોરોના યુગમાં પડકારો વચ્ચે પણ રેલવેએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં રેલવેનો નૂર ટ્રાફિક અને તેની કમાણી ગયા વર્ષના સ્તરને વટાવી ગઈ છે. રેલવેએ ટ્વિટર પર આ જાણકારી આપી છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળામાં તેણે 97.87 મિલિયન ટન માલનું પરિવહન કર્યું હતું, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 90.31 મિલિયન ટન હતો. આ રીતે, આ સમયગાળા દરમિયાન રેલવેના નૂર ટ્રાફિકમાં 8 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
In FY 22-23, Railways has generated revenue of Rs 105905 Crore from Freight loading till 30.11.22. With this 16% of growth has been registered in revenue generated from freight loading as compared to the same period last year.#Hungry4Cargo
— Ministry of Railways (@RailMinIndia) December 1, 2022
⁰https://t.co/atLRvlAHQE pic.twitter.com/R6mscBy8wR
16 ટકા વધુ કમાણી
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં રેલ્વેએ નૂરમાંથી રૂ. 1,05,905 કરોડની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉ કરતાં 16 ટકા વધુ છે. એપ્રિલ-નવેમ્બર 2021માં રેલ્વેએ નૂરમાંથી રૂ. 91,127 કરોડની કમાણી કરી હતી.
નવેમ્બરમાં આટલા ટન માલનું પરિવહન
રેલવેએ નવેમ્બર મહિનામાં 12.39 મિલિયન ટન માલસામાનનું પરિવહન કર્યું, જે નવેમ્બર 2021ના 11.69 મિલિયન ટન કરતાં 5 ટકા વધુ છે. રેલ્વેએ કહ્યું કે 'હંગ્રી ફોર કાર્ગો' ઝુંબેશ હેઠળ માલવાહક પરિવહનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.