શોધખોળ કરો

Railway new rule: આજથી રેલવેના નિયમોમાં શું થયા મોટો ફેરફારો? 8 કલાક અગાઉ બનશે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ

ભારતીય રેલવે 1 જૂલાઇથી તેના ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી શકે

ભારતીય રેલવે 1 જૂલાઇથી તેના ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી શકે. અગાઉ, રેલવેએ તેની ટિકિટનું ભાડું વધાર્યું હતું અને તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું હતું. હવે રેલવે તેના વધુ એક નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નવો નિયમ રેલવેના રિઝર્વેશન ચાર્ટના સમય સાથે સંબંધિત છે.

મુસાફરીના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ

હાલમાં રેલવે ટ્રેનની મુસાફરીના 4 કલાક પહેલા પોતાનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરતી હતી. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થતી હોય તો મુસાફરને બીજી ટિકિટ બુક કરાવવા અથવા બીજો વિકલ્પ શોધવા માટે ઓછો સમય મળતો હતો, પરંતુ હવે રેલવેએ આ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. 1 જૂલાઈથી રેલવે ટ્રેનની મુસાફરીના 8 કલાક પહેલા પોતાનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરશે, જેથી મુસાફરોને તેમની અન્ય વ્યવસ્થા કરવા માટે વધુ સમય મળી શકે.

જાણો કે રિઝર્વેશન ચાર્ટ ક્યારે 9 વાગ્યે બનશે

જો તમારી ટ્રેન બપોરે 2 વાગ્યા પહેલાની છે, તો રિઝર્વેશન ચાર્ટ એક દિવસ અગાઉથી તૈયાર કરવામાં આવશે એટલે કે, જો તમારી ટ્રેન સવારે 9 વાગ્યે છે તો પણ રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યે બનાવવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો નિર્ણય

રેલવેના રિઝર્વેશન ચાર્ટનો સમય બદલવાનો આ નિર્ણય તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક બાદ લેવામાં આવ્યો છે. અશ્વિની વૈષ્ણવે આ નવા ફેરફારને તબક્કાવાર લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. પહેલા આ નવો નિયમ ફક્ત અમુક ચોક્કસ ટ્રેનો પર જ લાગુ કરવામાં આવશે ત્યારબાદ આ નિયમ અન્ય ટ્રેનો માટે પણ લાગુ થશે.

1 જૂલાઈથી લાગુ નવા નિયમો

રિઝર્વેશન ચાર્ટના સમય ઉપરાંત, 1 જૂલાઈથી રેલવેએ તેની કેટલીક ટિકિટોના ભાવમાં પણ વધારો કર્યો છે. આ વધારો અડધા પૈસાથી 2 પૈસા પ્રતિ કિમી છે. 1 જૂલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ વેરિફિકેશન પણ ફરજિયાત બનશે. આધાર વેરિફિકેશન વિના મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
50 હજાર પગાર છે તો રિટાયરમેન્ટ પર 5.5 કઇ રીતે આપશે EPFO એકાઉન્ટ ? સમજો ગણિત
50 હજાર પગાર છે તો રિટાયરમેન્ટ પર 5.5 કઇ રીતે આપશે EPFO એકાઉન્ટ ? સમજો ગણિત
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget