શોધખોળ કરો

Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ

Changes From July 1 : આ મહિનો તેની સાથે કેટલાક ફેરફારો પણ લઈને આવ્યો છે. આજથી કેટલાક નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે

Changes From July 1 : આજથી એક નવો મહિનો એટલે કે જૂલાઈ 2025 શરૂ થઈ ગયો છે. આ મહિનો તેની સાથે કેટલાક ફેરફારો પણ લઈને આવ્યો છે. આજથી કેટલાક નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આમાં પાન કાર્ડથી લઈને બેન્કિંગ, રેલ્વે ટિકિટ બુકિંગ, એટીએમ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આજથી કયા ફેરફારો કરવામાં આવ્યા છે.

આજથી રેલવે ટિકિટના ભાવમાં વધારો થયો છે. હવે એસી અને નોન-એસી બંને ટિકિટના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. નોન-એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેઇટિંગ ટિકિટની સંખ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક ક્લાસમાં કુલ બેઠકોની સંખ્યાના 25 ટકાથી વધુ માટે વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવશે નહીં.

તત્કાલ ટિકિટ માટે આધાર જરૂરી

આજથી ફક્ત તે વ્યક્તિ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. 15 જૂલાઈથી ટિકિટ બુક કરાવતી વખતે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવો જરૂરી રહેશે. જો OTP ભર્યો નહીં હોય તો ટિકિટ બુક થશે નહીં. એજન્ટો હવે તત્કાલ બુકિંગ શરૂ થાય તે પહેલાં 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં.

પાન કાર્ડ માટે આધાર ફરજિયાત

હવે પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ પણ આજથી અમલમાં આવ્યો છે. પહેલા તમે કોઈપણ માન્ય દસ્તાવેજ અથવા જન્મ પ્રમાણપત્ર દ્વારા પાન કાર્ડ માટે અરજી કરી શકતા હતા.

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN) એ 7 જૂન, 2025ના રોજ જાહેરાત કરી હતી કે માસિક GST ચુકવણી ફોર્મ GSTR-3B જૂલાઈ 2025થી સંપાદિત કરી શકાશે નહીં. આ ફેરફાર પણ આજથી અમલમાં આવ્યો છે. GSTN એ કહ્યું હતું કે કરદાતાઓને નિયત તારીખથી ત્રણ વર્ષ પૂરા થયા પછી GST રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો

1 જૂલાઈથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. થર્ડ પાર્ટી એપ દ્વારા HDFC ક્રેડિટ કાર્ડ ચુકવણી કરવા માટે લોકોએ 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. યુટિલિટી બિલ ચુકવણી પર પણ ચાર્જ લાગશે. જો યુઝર્સ આ કાર્ડ સાથે Dream11, Rummy Culture, MPL અને Junglee Games જેવા પ્લેટફોર્મ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુનો ઉપયોગ કરે છે, તો 1 ટકાનો ટેક્સ લાદવામાં આવશે. જો કોઈ વ્યક્તિ PayTM, Mobikwik, Freecharge અથવા Ola Money જેવા ડિજિટલ વોલેટ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ અપલોડ કરે છે, તો તે વધારાની રકમ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

1 જૂલાઈથી ICICI બેન્કના ATM સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે ગ્રાહકો માટે આ બેન્કના ATMનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે છે. નવા નિયમો અનુસાર, મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.  ATM પર 5 મફત ટ્રાન્જેક્શન ઉપલબ્ધ રહેશે. મેટ્રો શહેરોમાં આ મર્યાદા 3 ટ્રાન્જેક્શન હશે. જો તમે ફક્ત બેલેન્સ ચેક કરો છો અથવા બિન-નાણાકીય કાર્ય કરો છો, તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 8.5 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget