શોધખોળ કરો

Buzzing Stock: 2025માં આ સ્ટોક કરાવશે બમ્પર કમાણી,જાણો મોતીલાલ ઓસ્વાલે કેટલો આપ્યો ટાર્ગેટ

Raymond Lifestyle Stock: રેમન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોક 5 સપ્ટેમ્બર 2024ના રોજ પેરેન્ટ કંપનીમાંથી ડિમર્જર પછી લિસ્ટ થયો હતો. જે બાદ શેરમાં મોટું કરેક્શન જોવા મળ્યું છે.

Raymond Lifestyle Share Price: રેમન્ડ ગ્રૂપની કંપની રેમન્ડ લાઇફસ્ટાઇલ તેના શેરધારકોને નવા વર્ષ 2025માં મજબૂત વળતર આપી શકે છે. 2025 માં મોટી સંખ્યામાં લગ્નોની અપેક્ષા છે, જે રેમન્ડ લાઇફસ્ટાઇલ માટે મોટો ફાયદો બની શકે છે, જેનો વેન્ડિંગ પોર્ટફોલિયો કુલ આવકના 35 થી 40 ટકા હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે રોકાણકારોને મોટા વળતર માટે રેમન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

રેમન્ડ લાઇફસ્ટાઇલ રૂ. 3000 સુધી જવાની શક્યતા
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે રેમન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોક પર તેનો કવરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. રેમન્ડ લાઇફસ્ટાઇલનો સ્ટોક ખરીદવાની સલાહ આપતાં બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે શેર તેના વર્તમાન સ્તરથી 49 ટકા વળતર આપીને રૂ. 3000ના સ્તરને સ્પર્શી શકે છે. મોતીલાલ ઓસ્વાલના આ અહેવાલના પ્રકાશન પછી, રેમન્ડ લાઇફસ્ટાઇલનો શેર 2.05 ટકાના વધારા સાથે રૂ. 2054.60 પર ટ્રેડ કરી રહ્યો છે.

લગ્નની સિઝનમાં ફાયદો થશે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તહેવારો અને લગ્નની ચાલી રહેલી સિઝનને કારણે રેમન્ડ લાઇફસ્ટાઇલ જેવા રિટેલર્સની માંગમાં સુધારો જોવા મળ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં ગૌણ વેચાણમાં 12 થી 14 ટકાનો ઉછાળો આવવાની સંભાવના છે. 2024-25 ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં ઉછાળો આવશે. રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2025થી ફરી લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ભાગમાં મોટી સંખ્યામાં લગ્નો માટે શુભ દિવસો છે. આ કારણે માંગ મજબૂત રહેશે. કારણ કે રેમન્ડ લાઇફસ્ટાઇલની કુલ આવકમાં વેડિંગ પોર્ટફોલિયોનો હિસ્સો 35 થી 40 ટકા છે.

કંપની એપેરલ સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહી છે
રેમન્ડ લાઇફસ્ટાઇલની બ્રાન્ડ્સમાં પાર્ક એવન્યુ, રેમન્ડ આરટીડબ્લ્યુ, પાર્ક્સ અને કોલરપ્લસનો સમાવેશ થાય છે. કંપની બ્રાન્ડેડ એપેરલ સેગમેન્ટના રિટેલ નેટવર્કમાં વિસ્તરણ કરવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં રેમન્ડ બ્રાન્ડ દ્વારા સ્લીપ્ઝ લોન્ચ કર્યું છે જેમાં તેણે રૂ. 500 થી રૂ. 999ની રેન્જમાં વેસ્ટર્ન અને સ્લીપવેર લોન્ચ કર્યા છે. કંપની પાર્ક એવન્યુના બ્રાન્ડ નામ હેઠળ ઇનરવેર સેગમેન્ટને ટાર્ગેટ કરી રહી છે, જેની આવક પર સકારાત્મક અસર પડશે.

લિસ્ટિંગ સપ્ટેમ્બર 2024માં થયું હતું
રેમન્ડ લાઇફસ્ટાઇલ 5 સપ્ટેમ્બર 2024 ના રોજ રેમન્ડમાંથી ડિમર્જર પછી સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટ થઈ હતી. ત્યારબાદ કંપનીનો શેર રૂ.3100 પર લિસ્ટ થયો હતો. શેર તે સ્તરથી 38 ટકા ઘટ્યો છે. પરંતુ હવે મોતીલાલ ઓસવાલ રેમન્ડ લાઇફસ્ટાઇલના શેર પર ખૂબ જ આશાવાદ ધરાવે છે અને રોકાણકારોને લગભગ 50 ટકાના ફાયદા માટે શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

Disclaimer: (અહીં આપેલી જાણકારી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com અહીં ક્યારેય કોઈને નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

આ પણ વાંચો....

Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget