20 રુપિયાની નવી નોટને લઈ RBI એ કરી દિધી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. RBI એ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી.

RBI Announcement: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. RBI એ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. RBI અનુસાર, 20 રૂપિયાની નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સિરિઝનો ભાગ હશે અને તેના પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
RBIના જણાવ્યા અનુસાર, નવી 20 રૂપિયાની નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સિરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ હશે. ભૂતકાળમાં RBI દ્વારા જારી કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો માન્ય રહેશે. જેનો સ્પષ્ટ અર્થ એ થયો કે 20 રૂપિયાની જૂની નોટો પહેલાની જેમ જ માન્ય રહેશે. તેમના ઉપયોગમાં કોઈપણ પ્રકારની કોઈ પ્રતિબંધ નથી.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બેંકે કહ્યું છે કે તે ટૂંક સમયમાં બજારમાં 20 રૂપિયાની નવી નોટ રજૂ કરવા જઈ રહી છે. આ નોટ મહાત્મા ગાંધી (નવી) સિરિઝનો ભાગ હશે અને તેના પર તાજેતરમાં નિયુક્ત ગર્વનર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
આ જાહેરાત સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશના ચલણમાં એક નવી ઓળખ ઉમેરવા જઈ રહી છે. ચાલો જાણીએ આ નવી નોટ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો.
Reserve Bank of India (RBI) will shortly issue Rs 20 denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Sanjay Malhotra, Governor. The design of these notes is similar in all respects to Rs 20 banknotes in Mahatma Gandhi (New) Series. All banknotes in… pic.twitter.com/8goR8NwySJ
— ANI (@ANI) May 17, 2025
20 રુપિયાની નવી નોટ કેવી દેખાશે ?
RBI અનુસાર, 20 રૂપિયાની નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સિરિઝમાં આવશે. આ નોટની ડિઝાઇન હાલની નોટથી થોડી અલગ હોઈ શકે છે, પરંતુ તેનું કદ અને કલર લગભગ સમાન રહેશે. આ નવી નોટમાં તમને કેટલાક નવા ફિચર્સ પણ જોવા મળી શકે છે.
નોટની આગળની બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર પહેલા કરતાં વધુ સ્પષ્ટ દેખાશે. તેમાં સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે જેઓ તાજેતરમાં RBIના ગવર્નર બન્યા છે. નોટોમાં વોટરમાર્ક, સુરક્ષા થ્રેડ અને નંબર પેટર્ન જેવી સુરક્ષા સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. બીજી બાજુ ભારતીય ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક મહત્વનું ચિત્ર હોઈ શકે છે, જેમ કે RBI અન્ય નોટોમાં કરી રહ્યું છે.
શું હવે 20 રૂપિયાની જૂની નોટો માન્ય રહેશે નહીં ?
20 રૂપિયાની જૂની નોટો સંપૂર્ણપણે માન્ય છે અને માન્ય રહેશે. આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ જૂની નોટો અંગે ગભરાવાની જરૂર નથી. તે સંપૂર્ણપણે માન્ય છે અને તમે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના વ્યવહાર માટે કરી શકો છો. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જ્યારે પણ નવા ગવર્નરની નિમણૂક થાય છે, ત્યારે તેમની સહી સાથે નવી નોટો જારી કરવામાં આવે છે, જ્યારે જૂની નોટો માન્ય રહે છે.





















