શોધખોળ કરો
Advertisement
હંમેશા માટે બંધ થઈ આ બેંક, તમારા રૂપિયા હોય તો ઝડપથી ઉપાડી લો નહીં તો....
આરબીઆઈના આ નિર્ણય બાદ કંપની પ્રીપેડ પેમેન્ટ સાથે જોડાયેલ કોઈ કાર્ય નહીં કરી શકે.
મુંબઇઃ વોડાફોને પોતાના પેમેન્ટ બેન્ક યુનિટ એમ-પૈસા (m-pesa)નું કામકાજ બંધ કરી દીધું છે. રિઝર્વ બેન્કે વોડાફોન એમ-પૈસાને આપેલું સત્તાવાર સર્ટિફિકેટ (ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ/ CoA) રદ કર્યું છે. કંપનીએ સ્વેચ્છાએ સર્ટિફિકેટ સરેન્ડર કર્યા બાદ રિઝર્વ બેન્કે રદ કર્યું છે.
રિઝર્વ બેન્કે આજે મંગળવારે જણાવ્યું કે, CoA કેન્સલ થયા બાદ કંપની પ્રીપેડ પેમેન્ટ સાથે સંલગ્ન કામગીરી કરી શકશે નહીં. અલબત કસ્ટમર્સ કે વેપારીઓનો પેમેન્ટ સિસ્ટમ્સ ઓપરેટર (PSO)ના સ્વરૂપે કંપની ઉપર કોઇ દાવો છે તો તે CoA રદ થયાના ત્રણ મહિનાની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2020 સુધી દાવો કરી શકે છે.
મધ્યસ્થ બેન્કે કહ્યું કે, વોડાફોન એમ-પૈસાએ સ્વેચ્છાએ ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ સરેન્ડર કર્યું છે. ગત વર્ષે વોડાફોન આઇડિયાએ આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેન્ક લિમિટેડ (ABIPBL) બંધ થયા બાદ એમ-પૈસા યુનિટ બંધ કરી દીધું હતું. વોડાફોન એમ-પૈસા એવી 11 કંપનીઓમાં સામેલ હતી જેમને RBIએ પેમેન્ટ બેન્કનું લાઇસન્સ આપ્યું હતું.
આરબીઆઈના આ નિર્ણય બાદ કંપની પ્રીપેડ પેમેન્ટ સાથે જોડાયેલ કોઈ કાર્ય નહીં કરી શકે. તેનો મતલબ એ થયો કે પેમેન્ટ બેંકનું કામકાજ બંધ ધઈ ગયું છે.
જોકે, ગ્રાહકો અથવા વેપારીઓને પીએસઓ તરીકે કંપની ઉપર કોઈ દાવો હોય તો સીઓએ રદ્દ થયાના 3 વર્ષની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2022 સુધી દાવો કરી શકે છે. તેનાથી સ્પષ્ટ છે કે ગ્રાહકોએ આ ડેડલાઈન સુધીમાં પોતાના દરેક દાવાનું નિવારણ લાવવાનું રહેશે.
શું હોય છે પેમેન્ટ બેંક?
પેમેન્ટ બેંકને લોન્ચ કરવાનો હેતુ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ, લો ઈનકમ હાઉસ હોલ્ડ, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના બિઝનેસમેનને બેંકિંગ સેવાઓથી જોડવાનો છે. આ માટે આરબીઆઈના નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કોર્પોરેશન, મોબાઈલ ફોન સેવા આપનારી કંપનીઓ અને પછી સુપર માર્કેટ ચેન વગેરેને પેમેન્ટ બેંક શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement