Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCIએ આ જાણકારી આપી છે. BCCI અનુસાર, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠના નીચેના ભાગે ઈજાના કારણે 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. આ બીજી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં બુમરાહ ઈજાના કારણે રમી શકશે નહીં. અગાઉ, તે પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયામાં 2022 ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો, જેના કારણે તેણે આખરે સર્જરી કરાવવી પડી હતી.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) February 11, 2025
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
જયસ્વાલ ટીમમાંથી બહાર
ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં પ્રોવિઝનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીનો ભાગ છે. તે પ્રથમ મેચમાં રમ્યો હતો પરંતુ કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી તેને બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ICC એ તમામ આઠ ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના અંતિમ 15 ખેલાડીઓની યાદી સબમિટ કરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી નક્કી કરી હતી. આ પછી, ટીમોએ કોઈપણ ફેરફારો માટે ટૂર્નામેન્ટની તકનીકી સમિતિની મંજૂરી લેવી પડશે. BCCIએ જાન્યુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે સમયે હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે બુમરાહના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી નાગપુરમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રાણાએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરાયેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકિપર), ઋષભ પંત , હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા,મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિંદ્ર જાડેજા.
નોન ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યૂટ- યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
