શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પછી ઈવીએમની ચકાસણી માટે અરજી પર ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે. બર્ન્ટ  મેમરી અને ઈવીએમના માઇક્રોકન્ટ્રોલર અંગેની પ્રક્રિયા અંગે પણ ચૂંટણી પંચ પાસેથી માહિતી માંગવામાં આવી.

Supreme Court: EVM ના વેરિફિકેશનને લગતી એક અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઇવીએમની બર્ન્ટ  મેમરીની તપાસ માટે સ્પષ્ટ પ્રોટોકોલ બનાવવાનું કહેવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પછી ઈવીએમની ચકાસણી માટે અરજી પર ચૂંટણી પંચ (ECI) પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી પછી બર્ન્ટ  મેમરી અને ઈવીએમના માઇક્રોકન્ટ્રોલર અંગેની પ્રક્રિયા અંગે પણ ચૂંટણી પંચ પાસેથી માહિતી માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ જણાવે કે આ મુદ્દે SOP શું છે. કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે હાલમાં ઈવીએમમાંથી કોઈ પણ ડેટા ડિલીટ ન કરે. તેમજ કોઈપણ ડેટા ફરીથી લોડ કરો.

CJI સંજીવ ખન્નાએ કહ્યું, આ વિરોધાત્મક નથી. જો હારેલા ઉમેદવાર સ્પષ્ટતા ઈચ્છે છે, તો ઈજનેર સ્પષ્ટ કરી શકે છે કે તેમાં કોઈ છેડછાડ થઈ નથી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ઈવીએમની બર્ન્ટ મેમરી અને માઈક્રો કંટ્રોલરને કોઈ ઈજનેર દ્વારા ચકાસવામાં આવે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી નથી.

અરજીમાં સુપ્રીમ કોર્ટના ગયા વર્ષના એક મહત્વપૂર્ણ નિર્ણયને ટાંકવામાં આવ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની જૂની સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત તમામ VVPAT સ્લિપની ગણતરી કરવાની માગણી પણ ફગાવી દેવામાં આવી હતી. પરંતુ વધુ સારી પારદર્શિતા માટે, કોર્ટે ચૂંટણી પરિણામોની જાહેરાતના 1 અઠવાડિયાની અંદર ઇવીએમની બર્ન્ટ  મેમરીની તપાસ કરવાની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે અગાઉ આ વાત કહી હતી

26 માર્ચ, 2024 ના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બીજા અથવા ત્રીજા ક્રમના ઉમેદવાર પરિણામ જાહેર થયાના એક અઠવાડિયાની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, એન્જિનિયરોની ટીમ કોઈપણ 5 માઇક્રો કંટ્રોલરની બર્ન્ટ  મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો ગેરરીતિ સાબિત થશે તો ઉમેદવારને પૈસા પાછા મળશે.

આ અરજીમાં આ વાત કહેવામાં આવી છે 

એડીઆરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચની વર્તમાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં માત્ર ઈવીએમ અને મોક પોલના બેઝિક ચેકિંગ માટેના નિર્દેશો છે. આયોગે હજુ સુધી બર્ન્ટ  મેમરીની તપાસ અંગે પ્રોટોકોલ બનાવ્યો નથી. અરજદારે માગણી કરી છે કે ચૂંટણી પંચને ઇવીએમના ચારેય ભાગો, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપીએટી અને સિમ્બોલ લોડિંગ યુનિટના માઇક્રોકન્ટ્રોલરની તપાસ માટે પ્રોટોકોલ લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Embed widget