શોધખોળ કરો

RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?

આરબીઆઈએ કહ્યું કે બેંક આજથી છ અઠવાડિયા પછી બેંકિંગ વ્યવસાય કરવાનું બંધ કરશે

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના પુણે સ્થિત રુપી કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે. રિઝર્વ બેંકના આ પગલાને કારણે બેંકના ગ્રાહકોના જમા નાણાં બેંકમાં અટવાઈ ગયા છે કારણ કે રિઝર્વ બેંકનું કહેવું છે કે બેંક તેના તમામ થાપણદારોના પૈસા પરત કરવાની સ્થિતિમાં નથી. હવેથી 6 અઠવાડિયા પછી બેંકે પોતાનો વ્યવસાય બંધ કરવો પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે તેણે 12 સપ્ટેમ્બર, 2017ના મુંબઈ હાઈકોર્ટના આદેશના પાલનમાં રૂપી કો-ઓપરેટિવ બેંક લિ. પૂણેનું લાયસન્સ રદ કર્યું છે. આ આદેશ આજથી છ અઠવાડિયા પછી એટલે કે 22 સપ્ટેમ્બર 2022થી અમલમાં આવશે. રિઝર્વ બેંકે કહ્યું કે જો રૂપી કો-ઓપરેટિવ બેંકને તેનો બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તે જાહેર હિતમાં રહેશે નહીં. બેંકની વર્તમાન નાણાકીય સ્થિતિ બહુ સારી નથી. તે તેના થાપણદારોને સંપૂર્ણ નાણાં પરત કરવાની સ્થિતિમાં નથી.

6 અઠવાડિયામાં બેંક બંધ થઈ જશે

મની કંટ્રોલના અહેવાલ મુજબ, આરબીઆઈએ કહ્યું કે બેંક આજથી છ અઠવાડિયા પછી બેંકિંગ વ્યવસાય કરવાનું બંધ કરશે. આરબીઆઈએ કહ્યું કે બેંક પર બેંકિંગના વ્યવસાય પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રતિબંધ લાગુ થયા બાદ બેંક ન તો ગ્રાહકો પાસેથી પૈસા જમા કરાવી શકશે અને ન તો તેમને પૈસા આપી શકશે.

લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે

આરબીઆઈએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સહકારી કમિશ્નર અને સહકારી મંડળીના રજિસ્ટ્રારને બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યું છે. બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. આ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 11(1) અને કલમ 22(3)(d) તેમજ કલમ 56 ની જોગવાઈઓ અનુસાર નથી. બેંક કલમ 22(3)(a), 22(3)(b), 22(3)(c), 22(3)(d) અને 22(3)(e) ની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

ગ્રાહકોને માત્ર પાંચ લાખ પાછા મળશે

ગ્રાહકોને વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીની તેમની થાપણો પાછી મળશે. આરબીઆઈએ કહ્યું કે બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ડીઆઈસીજીસીના 99% થી વધુ થાપણદારો તેમની થાપણો મેળવવા માટે હકદાર છે.

Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા

Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........

Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ

Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget