શોધખોળ કરો

RBI WhatsApp channel: ભારતીય રિઝર્વ બેન્ક લોન્ચે કરી વોટ્સએપ ચેનલ, ઘરે બેઠા મેળવો તમામ બેન્કિંગ અપડેટ્સ

આ ચેનલમાં જોડાવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત સેન્ટ્રલ બેન્ક દ્વારા શેર કરાયેલ QR કોડ સ્કેન કરવાનો છે

RBI WhatsApp channel Launched: ભારતીય રિઝર્વ બેન્કના ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આરબીઆઇએ એક WhatsApp બનાવ્યું છે. આ વોટ્સએપ ચેનલ દ્વારા તમામ પ્રકારની નાણાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે હવે તમારે ફક્ત RBI ની WhatsApp ચેનલમાં જોડાવાનું રહેશે અને તમને ઘરે બેઠા બેન્કિંગના તમામ અપડેટ્સ મળશે.

આ ચેનલમાં જોડાવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત સેન્ટ્રલ બેન્ક દ્વારા શેર કરાયેલ QR કોડ સ્કેન કરવાનો છે અને પછી તમે ચેનલમાં જોડાઈ શકો છો.

લોકોમાં જાગૃતિ લાવવા માટે RBI દ્ધારા આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, લોકોને જાગૃત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ટેક્સ્ટ મેસેજ,  ટેલિવિઝન અને ડિજિટલ જાહેરાતોનો ઉપયોગ વગેરે.

RBI ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવશે

ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ત્યારબાદ RBI એ હવે આ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્ધારા બેન્ક ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવશે જેથી તેઓ છેતરપિંડીથી બચી શકે. આરબીઆઈને આશા છે કે વોટ્સએપ ચેનલ આ સંદર્ભમાં ખૂબ જ સફળ સાબિત થશે.

કેવી રીતે જોડાવું

RBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તેમણે ત્યાં શેર કરેલો કોડ સ્કેન કરો. તમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી પણ QR કોડ સ્કેન કરી શકો છો. આ પછી તમે RBI ની WhatsApp ચેનલ પર હશો. તમે તેમાં જોડાઓ અને પછી તમને RBI દ્વારા આપવામાં આવતી કોઈપણ અપડેટ્સ મળવાનું શરૂ થશે. ચેનલમાં જોડાતી વખતે ખાતરી કરો કે તે વેરિફાઇ છે કે નહીં.

ભારતીય રિઝર્વ બેન્કની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને આગળ ધપાવશે અને દેશના દરેક નાગરિકને સુરક્ષિત, સુલભ અને સશક્ત ડિજિટલ નાણાકીય સેવાઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં રેપો રેટમાં આ પ્રથમ ઘટાડો હતો. આજના ઘટાડા સાથે રેપો રેટ હવે 6 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનનો હપ્તો ઓછો થઈ જાય છે. રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. નવા નાણાકીય વર્ષમાં RBIની MPC ની આ પહેલી બેઠક હતી

ટોપ સ્ટોરી

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Bank FD Rates: Kotak, Axis સહિત 4 બેંકોએ FD પર વધાર્યા વ્યાજ દર, હવે મળશે 8.60% સુધીનું વળતર!
Bank FD Rates: Kotak, Axis સહિત 4 બેંકોએ FD પર વધાર્યા વ્યાજ દર, હવે મળશે 8.60% સુધીનું વળતર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget