શોધખોળ કરો

હવે UPI પર પણ લોનની સુવિધા મળશે, RBIએ આપી મંજૂરી; બેંકોએ ગ્રાહકોની લેવી પડશે મંજૂરી

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI સિસ્ટમમાં બેંકો માટે પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન્સનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ લોન સુવિધા દ્વારા ચુકવણીની સુવિધા આપશે.

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ વ્યવહારો માટે UPI સિસ્ટમમાં બેંકો દ્વારા જારી કરાયેલ પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇનને સામેલ કરવાની જાહેરાત કરી છે. આ અંગે આરબીઆઈ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ, અત્યાર સુધી યુપીઆઈ સિસ્ટમ દ્વારા માત્ર ડિપોઝિટની જ લેવડદેવડ થઈ શકતી હતી. હાલમાં સેવિંગ્સ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ્સ, પ્રીપેડ વોલેટ્સ અને ક્રેડિટ કાર્ડ્સને UPI સાથે લિંક કરી શકાય છે. સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)નો વ્યાપ વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત બેંકોમાં પહેલાથી જ મંજૂર કરાયેલી લોન સુવિધામાંથી ટ્રાન્સફરને મંજૂરી આપવાનું કહેવામાં આવ્યું હતું.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે UPI સિસ્ટમમાં વ્યવહારો માટે બેંકો દ્વારા જારી કરાયેલ પૂર્વ-મંજૂર લોન સુવિધાના સમાવેશની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, UPI સિસ્ટમ દ્વારા માત્ર ડિપોઝિટનો જ વ્યવહાર થઈ શકતો હતો. રિઝર્વ બેંકે 'UPI દ્વારા બેંકોમાં પૂર્વ-મંજૂર ક્રેડિટ સુવિધાના સંચાલન' પર એક પરિપત્ર જારી કરતા કહ્યું કે હવે ક્રેડિટ સુવિધાને પણ UPIના દાયરામાં સામેલ કરવામાં આવી છે.

હાલમાં બચત ખાતા, ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાય છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, તમામ બેંકો તેમના ગ્રાહકોને પૂર્વ-નિર્ધારિત લોન મર્યાદા ઓફર કરી શકશે.

જો કે, આ માટે બેંકોએ ગ્રાહકોની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ સંદર્ભમાં, બેંકોએ તેમના બોર્ડ દ્વારા મંજૂર એક નીતિ મેળવવી પડશે, જેમાં લોન ઓફર સાથે સંબંધિત તમામ નિયમો અને શરતોનો ઉલ્લેખ કરવામાં આવશે. નિયમો અને શરતોમાં લોનની મર્યાદા, મુદત અને વ્યાજ દરનો ઉલ્લેખ કરવામાં આવશે.

શું ફાયદો થશે

રિઝર્વ બેંકે કહ્યું, "આ સુવિધા હેઠળ, વ્યક્તિગત ગ્રાહકની પૂર્વ સંમતિ સાથે શેડ્યૂલ કોમર્શિયલ બેંક દ્વારા વ્યક્તિઓને જારી કરાયેલ પૂર્વ-મંજૂર લોન સુવિધા દ્વારા ચુકવણી કરી શકાય છે." મધ્યસ્થ બેંકના જણાવ્યા અનુસાર, આ ખર્ચમાં ઘટાડો કરશે અને ભારતીય બજારો માટે અનન્ય ઉત્પાદનો વિકસાવવામાં મદદ કરે છે.

UPI મારફત ટ્રાન્ઝેક્શન્સ, જેનો ઉપયોગ મોબાઈલ ડિવાઈસ દ્વારા ચોવીસ કલાક ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર માટે થાય છે, ઓગસ્ટમાં 10 બિલિયનનો આંકડો વટાવી ગયો હતો. જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો 9.96 અબજ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget