શોધખોળ કરો

Repo Rate Hiked: લોન લેનારાઓને મોટો ઝાટકો, RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો, ઘર-કાર લોન થશે મોંઘી

આરબીઆઈ ગવર્નરે 13 જાન્યુઆરીએ અર્થતંત્ર સમિટમાં હાજરી આપતાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં 4 ટકાના ફુગાવાના લક્ષ્ય પર પુનર્વિચાર કરવો ખૂબ જ વહેલું છે.

RBI Monetary Policy: નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી MPCની બેઠકના પરિણામોની માહિતી આપી હતી અને તેમાં રેપો રેટની જાહેરાત કરી હતી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે જાહેરાત કરી 

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. રેપો રેટમાં આ વધારો સતત છઠ્ઠી વખત છે જ્યારે RBIએ ક્રેડિટ પોલિસીમાં વધારો કર્યો છે. આ રીતે, સતત 6 વખત દરોમાં વધારો કરીને, RBIએ રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે અને તે 6.50 ટકા પર આવી ગયો છે.

 શક્તિકાંતા દાસે બીજી શું કરી જાહેરાત

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4 ટકાની રેન્જથી ઉપર રહેવાની શક્યતા છે. આરબીઆઈએ એમએસએફ રેટ વધારીને 6.75 ટકા કર્યો છે અને તેમાં પણ 0.25 ટકાનો વધારો થયો છે. MSF 6.50 ટકાથી વધારીને 6.75 ટકા કરવામાં આવ્યું છે.

આરબીઆઈ ગવર્નરે અન્ય પરિબળો વિશે શું કહ્યું

  • શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય રૂપિયામાં અન્ય કરન્સીની સરખામણીમાં ઓછી વોલેટિલિટી જોવા મળી છે.
  • G-Sec બજારનો સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ફરીથી લાગુ કરવામાં આવ્યો છે.
  • નાણાકીય ખાધ નાણાકીય વર્ષ 2023 ના બીજા ભાગમાં મધ્યમ રહેશે.
  • આરબીઆઈએ G-Secsના લેન્ડિંગ અને ઉધાર અંગેની મંજૂરીની દરખાસ્ત કરી છે.

ફુગાવાના આંકડા નીચે આવી રહ્યા છે

હકીકતમાં, બજેટ 2023-24 પછી તરત જ, આ નાણાકીય નીતિ સમિતિની બેઠક છે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ કહ્યું છે કે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવામાં આવશે. આરબીઆઈ ફુગાવા પર નજર રાખી રહી છે અને ડિસેમ્બરના જથ્થાબંધ મોંઘવારી અને છૂટક ફુગાવાના આંકડામાં ઘટાડો જોઈને આશા જાગી છે કે દેશમાં વ્યાજદર વધારવાની પ્રક્રિયા બંધ થઈ જશે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.72 ટકા અને જથ્થાબંધ ફુગાવાનો દર 5.95 ટકા પર આવી ગયો, જે આરબીઆઈ દ્વારા નિર્ધારિત 6 ટકાની રેન્જમાં છે.

ગયા વર્ષે દરોમાં પાંચ વખત 225 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો

ગયા મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં 2.25 ટકા સુધીનો વધારો કર્યો છે. આ વધારો ખૂબ જ આક્રમક દર નીતિનું વલણ દર્શાવે છે, પરંતુ જો RBI આ ક્રેડિટ પોલિસીમાં પણ વ્યાજદરમાં વધારો કરે છે, તો આ સતત છઠ્ઠી વખત હશે જ્યારે રિઝર્વ બેન્ક દ્વારા નીતિગત વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો હોય.

2022માં રેપો રેટમાં 5 વખત વધારો કરવામાં આવ્યો છે

  • મે – 0.4 %
  • જૂન 8 -0.5 %
  • ઓગસ્ટ 5 – 0.5%
  • સપ્ટેમ્બર 30 – 0.5 %
  • ડિસેમ્બર 7 – 0.35 %

રેપો રેટ હાલમાં 6.25 ટકા છે

આરબીઆઈ ગવર્નરે 13 જાન્યુઆરીએ અર્થતંત્ર સમિટમાં હાજરી આપતાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં 4 ટકાના ફુગાવાના લક્ષ્ય પર પુનર્વિચાર કરવો ખૂબ જ વહેલું છે. જો કે આ વખતે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને મોટા પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. દેશમાં રેપો રેટ 6.25 ટકા છે અને તેના આધારે બેંકોના લોનના દરમાં ઘણો વધારો થયો છે. RBI પણ સિસ્ટમમાં લિક્વિડિટી જાળવવા દબાણ હેઠળ છે.

S&P ગ્લોબલ રેટિંગ્સે પોતાનો અભિપ્રાય આપ્યો હતો

આ દરમિયાન રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે પોતાનો અભિપ્રાય આપ્યો છે. S&P માને છે કે ભારતમાં 6.25 ટકાનો રેપો રેટ તેના સર્વોચ્ચ સ્તરે છે અને હવે તેને વધુ વધારવાની જરૂર નથી.

રેપો રેટ એટલે શું?

રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચુકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે.

રિવર્સ રેપો રેટ શું?

રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget