શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોકડ ટ્રાન્સફર માટે આવ્યું નવું અપડેટ, રૂપિયા મોકલતા પહેલા વાંચી લો આ જરૂરી સમાચાર
આરટીજીએસનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. તે અંતર્ગત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે અને વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય માણસને રાહત આપતા આરટીજીએસ (RTGS) દ્વારા રૂપિયા મોકલવાના સમયમાં દોઢ કલાકનો વધારો કરીને 6 સુધીનો કર્યો છે. આ વ્યવસ્થા એક જૂનથી લાગુ થશે. આરબીઆઈએ મંગળવારે આ જાણકારી આપી. હાલમાં આરટીજીએસ દ્વારા સાંજે 4-30 કલાક સુધી જ રૂપિયા ટ્રાન્સફર કરી શકાતા હતા. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) વ્યવસ્થા અંતર્ગત, રોકડ ટ્રાન્સફરનું કામ તાત્કાલીક થાય છે.
આરટીજીએસનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. તે અંતર્ગત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે અને વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું, તેણે આરટીજીએસમાં ગ્રાહક લેવડ દેવડ માટે સમય સાંજે સાડા ચાર કલાકથી વધારીને 6 કલાક કરવાનો નિર્ણય કર્યો છે.
આરટીજીએસ અંતર્ગત આ સુવિધા એક જૂનથી મળશે. આરટીજીએસ ઉપરાંત, રૂપિયા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની અન્ય લોકપ્રિયમ માધ્યમ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) છે. તેમાં ટ્રાન્સફર કરવાની લઘુતમ અને મહત્તમ રૂપિયાની કોઈ મર્યાદા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion