શોધખોળ કરો
Advertisement
મુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોકઃ 18 મહિનામાં Reliance થઈ જશે......
સાઉદી અરમાકો રિલાયન્સના ઓઈલ-પેટ્રોકેમ કારોબારમાં 20% હિસ્સો ખરીદશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કહ્યું કે, ઝીરો નેટ ડેટ કંપની બનવાની સંપૂર્ણ યોજના છે. રિલાયન્સ આગામી 18 મહિના એટલે કે માર્ચ 2021 સુધી ડેટ ફ્રી કંપની બની જસે. તે અંતર્ગત કંપની ક્રૂડ અને કેમીકલ કારોબારમાં સાઉદી અરામકો અને ઓઈલ માર્કેટિંગ કારોબારમાં બ્રિટેનની બીપીને હિસ્સો વેચીને ફંડ મેળવશે. સાઉદી અરામકોની સાથે ટૂંકમાં જ ડીલ પૂરી થશે. રિલાયન્સ રિટેલ અને જિઓની આગામી 5 વર્ષમા લિસ્ટિંગ થશે. સાથે જ તેમણે આગામી પાંચ વર્ષમાં 15 ટકા વાર્ષિક ગ્રોથનો ટાર્ગેટ રાખ્યો છે.
સાઉદી અરમાકો રિલાયન્સના ઓઈલ-પેટ્રોકેમ કારોબારમાં 20% હિસ્સો ખરીદશે. તેના માટે અંદાજે 75 બિલિયન ડોલરની ડીલ કરવામાં આવશે. સાઉદી લાંબાગાળા માટે રિલાયન્સને ક્રૂડ સપ્લાય કરશે. RILની જામનગર રિફાઈનરીને પ્રતિ દિવસ 5000 બેરલ ક્રૂડ સપ્લાય કરવા કરાર કરવામાં આવ્યો છે.
ક્લાઉડ કારોબારમાં પદાર્પણ કરવા અને જવા કારોબારમાં ઉતરવા માટે રિલાયન્સ જિયો હવે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ સાથે કરાર કરશે. જિયો અને માઈક્રોસોફ્ટ સાથે મળીને ભારતમાં જ ક્લાઉડ ડેટા સેન્ટર સ્થાપશે. જિયો દેશમાં બ્લોકચેઈન ટેક્નોલોજી સ્થાપશે.
દર મહિને રિલાયન્સ જિયોમાં 1 કરોડ ગ્રાહક જોડાઈ રહ્યાં છે જિયો ભારતની પ્રથમ નંબરની ટેલિકોમ કંપની જ્યારે વિશ્વની દ્વિતીય નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની : મુકેશ અંબાણી જિયોને પૂર્ણ થશે 3 વર્ષ, મહત્તમ રોકાણ સમાપ્ત થયું જિયોનું વાયરલેસ નેટવર્ક 4Gથી પણ હાઈસ્પીડે આગળ વધી રહ્યું છે ખૂબ જ ઓછા ખર્ચે આપણે 5Gમાં અપગ્રેડ કરી શકીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement