શોધખોળ કરો
Advertisement
Reliance AGM 2021 Top Highlights: રિલાયન્સ-ગૂગલનો સ્માર્ટ ફોન JIOPHONE NEXT ક્યારે થશે લોન્ચ ? જાણો અંબાણીએ AGMમાં બીજી શું કરી મોટી જાહેરાત
મુકેશ અંબાણીએ કહ્યું, 2016માં અમે દેશમાં ડિજિટલ ડ્રાઈવ અંતર્ગત જિયો લોન્ચ કર્યો હતો. હવે 2021મા અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જીનો નવો બિઝનેસ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાન્ય ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે. અમે જામનગરમાં 5000 એકટરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરવાનું કામ શરૂ કર્યુ છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા આજે યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.
- જેમાં તેમણે કહ્યું કે, આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતા વધુ વધ્યો છે. જોકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી તે છે રિલાયન્સની માનવ સેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યુટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે.
- મુકેશ અંબાણીએ કહ્યું, કોરોના મહામારી છતાં કંપનીએ અપેક્ષાથી સારું પ્રદર્શન કર્યુ છે. 2020-21 દરમિયાન 5.40 કરોડ રેવન્યૂ હાંસલ કરી છે. આ દરમિયાન કંપનીનો નફો 53 હજાક કરોડથી વધારે રહ્યો છ. 75 હજાર નવી નોકરીઓ આપી છે. કંપનીએ 2020-21 દરમિયાન 3.24 લાખ કરોડનું ભંડોળ એકરક્ર કર્યુ છે. જે અત્યાર સુધીમાં અન્ય કંપની કરતાં એકત્ર કરવામાં આવેલી સૌથી વધુ મૂડી છે. તેમણે કહ્યું કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે ફેસ ટુ ફેસ ઈન્ટરેકશનને મિસ કરી રહ્યા છીએ. આ મહામારી સદીમાં પહેલીવાર જોવા મળી છે. અમે રિલાયન્સના કોઈપણ સભ્યની પીડાને કંપનીની પીડા સમજી છે.
- મુકેશ અંબાણીએ કહ્યું રિલાયન્સ દેશની સૌથી મોટી કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની છે. અમે દેશના સૌથી મોટા મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટર છીએ. અમે દેશમાં સૌથી વધુ જીએસટી, વેટ અને ઈન્કમ ટેક્સ ભરીએ છીએ.
- રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.
- મુકેશ અંબાણીએ કહ્યું, 2016માં અમે દેશમાં ડિજિટલ ડ્રાઈવ અંતર્ગત જિયો લોન્ચ કર્યો હતો. હવે 2021મા અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જીનો નવો બિઝનેસ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાન્ય ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે. અમે જામનગરમાં 5000 એકટરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરવાનું કામ શરૂ કર્યુ છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
- રિલાયન્સ વેલ્યૂ ચેન પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેકનોલોજી પર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
- ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છેઆ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.
JIOPHONE NEXT is powered by an optimized version of Android OS jointly developed by Jio and Google. It is ultra-affordable and packs cutting-edge features. It will be available in market from Ganesh Chaturthi, 10th September: Reliance Industries Chairman Mukesh Ambani
— ANI (@ANI) June 24, 2021
- જિયો ફાયબરે 20 લાખ નવી જગ્યા એક વર્ષમાં હસ્તગત કરી છે. 30 લાખ હોમ અને બિઝનેસ એક્ટિવ યૂઝર્સ સાથે જિયો ફાયબર ભારતમાં સૌથી મોટી અને ઝડપથી વિકસતી બ્રોડબેંડ ઓપરેટર બની છે.
- જિયો માર્ટને વોટ્સએપ સાથે જોડવા જિયો અને ફેસબુક ટ્રાયલ કરી રહ્યા છે., જિયો ભારતને 2G મુક્ત અને 5G યુક્ત બનાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement