શોધખોળ કરો

Reliance AGM: અંબાણીની મોટી જાહેરાત, AI ક્લાઉડ વેલકમ ઓફરમાં જિયો યુઝર્સને મળશે 100GB મફત સ્ટોરેજ

Reliance AGM: મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે AI ક્લાઉડ વેલકમ ઓફરમાં જિયો યુઝર્સને 100GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળશે જે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

Reliance AGM 2024 Live: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો AI ક્લાઉડ ઓફર લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેમાં દરેક જિયો યુઝરને 100 GB ક્લાઉડ સ્ટોરેજ તદ્દન મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી AGM બેઠકમાં મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો AI ક્લાઉડ વેલકમ ઓફર (Jio AI Cloud Welcome offer) આ જ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું, "મને જિયો AI ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. જિયો યુઝર્સને 100 GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ અને ડેટા સ્ટોર કરી શકશે." તેમણે કહ્યું, "અમે આ જ વર્ષે દિવાળી પર જિયો AI ક્લાઉડ વેલકમ ઓફર લોન્ચ કરીશું જેના દ્વારા અમે શક્તિશાળી અને કિફાયતી સોલ્યુશન્સ લાવી રહ્યા છીએ જેમાં ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા પાવર્ડ AI સેવાઓ દરેક જગ્યાએ દરેક વ્યક્તિને ઉપલબ્ધ થઈ શકશે."

રિલાયન્સ AGM બેઠકને સંબોધિત કરતાં મુકેશ અંબાણીએ કહ્યું, "જિયો એવા ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ વિકસાવી રહ્યું છે જેમાં સંપૂર્ણ AI લાઈફસાયકલ (AI lifecycle) જોવા મળશે જેને જિયો બ્રેઈન (Jio Brain) નામ આપવામાં આવ્યું છે." તેમણે કહ્યું, "ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ગીગાવોટ સ્કેલ AI રેડી સેન્ટર્સ તૈયાર કરી રહી છે જેને કંપનીની ગ્રીન એનર્જીથી પાવર મળશે."

મુકેશ અંબાણીએ કહ્યું, "રિલાયન્સ જિયો વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. એકલા જિયોના નેટવર્ક પર વિશ્વનો 8 ટકા મોબાઈલ ડેટા ટ્રાફિક ચાલે છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે આ વિકસિત બજારો સહિત તમામ મુખ્ય વૈશ્વિક ઓપરેટર્સ કરતાં વધારે છે." AGM બેઠકને સંબોધિત કરતાં આકાશ અંબાણીએ કહ્યું કે, "જિયો ફોનકોલ AI થી યુઝર્સ દરેક ફોન કોલમાં AIની મદદ લઈ શકશે. AI બધા કોલ્સને આપોઆપ રેકોર્ડ કરશે અને ક્લાઉડ પર સેવ કરી દેશે. તેની સાથે જ તે સમગ્ર વાતચીતને ટ્રાન્સક્રાઈબ કરીને ટેક્સ્ટ ફોર્મેટમાં બદલી દેશે."

આ પણ વાંચોઃ

Unified Pension Scheme: જો 10 વર્ષ પહેલા નિવૃત્ત થયા તો કેટલું પેન્શન મળશે, જાણો UPS ના નિયમો શું કહે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Bajaj Chetak Blue vs TVS iQube: ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું પડશે સસ્તુ? ખરીદતાં પહેલા જાણો બંનેના ફિચર્સ
Bajaj Chetak Blue vs TVS iQube: ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું પડશે સસ્તુ? ખરીદતાં પહેલા જાણો બંનેના ફિચર્સ
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Bajaj Chetak Blue vs TVS iQube: ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું પડશે સસ્તુ? ખરીદતાં પહેલા જાણો બંનેના ફિચર્સ
Bajaj Chetak Blue vs TVS iQube: ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું પડશે સસ્તુ? ખરીદતાં પહેલા જાણો બંનેના ફિચર્સ
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Embed widget