શોધખોળ કરો
Advertisement
એક વર્ષમાં બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? આકંડો જાણીને ચોંકી જશો
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતો જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો
મુંબઈ: એશિયાના સૌથી અમીર વ્યક્તિ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે એટલે કે 23 ડિસેમ્બર સુધી 1 લાખ 21 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેને કારણે તેમની નેટવર્થ 4.34 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં સામે આવી છે.
મુકેશ અંબાણીના મુકાબલામાં અલીબાબાના ફાઉન્ડર જેક માની સંપત્તિમાં 80,483 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે જેફ બેઝોસને 94 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતો જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. ઉછાળો આ સમયગાળામાં દેશના બેન્ચમાર્ક બીએસઈ સેંસેક્સ ઈન્ડેક્સના નફા કરતાં બમણો જોવા મળે છે. ઈન્વેસ્ટર્સ રિલાયન્સ પર પૈસા લગાવી રહ્યા છે.
તેમને આશા છે કે, ટેલિકોમ્યુનિકેશન અને રિટેલ પૈસાનો વરસાદ કરશે. દેશમાં એમેઝોનની જેમ લોકલ ઈ-કોમર્સ ઉભું કરવાના લક્ષ્ય હેઠળ અંબાણીએ જિયો પર અત્યાર સુધી લગભગ 50 અરબ ડોલરનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે અને તે જ કારણે ફક્ત 3 વર્ષમાં જિયો આજે દેશની નંબર 1 કંપની બની ગઈ છે.
રિલાયન્સ જિયોના સગ્રગ દેશમાં 35 કરોડથી પણ વધારે યુઝર્સ જોડાયેલા છે. જિયોએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 9.96 અરબ રૂપિયાની નેટ ઈન્કમ કરી હતી. તેમ છતાં પણ કંપની પર વધતું દેવું ઈન્વેસ્ટર્સને પરેશાન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 76 અરબ ડોલરનો ખર્ચ કર્યો છે. કંપની પર માર્ચ 31 સુધી 1.54 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement