(Source: ECI/ABP News/ABP Majha)
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન
રિલાયન્સ જિયોના કરોડો યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. બુધવારે કંપનીએ કહ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે.
Reliance Jio Tariff Hike: રિલાયન્સ જિયોના કરોડો યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. બુધવારે કંપનીએ કહ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે Jio બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ જુલાઈમાં તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.
જો તમે Jioના આ નવા રિચાર્જ પ્લાનને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે દરેક રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, એક રિચાર્જ પ્લાન ખરીદવા માટે જેના માટે તમારે પહેલા 155 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે તમારે તે જ પ્લાન માટે 189 રૂપિયા ચૂકવવા પડશે. આટલું જ નહીં, Jioના રિચાર્જ પ્લાન જે ખૂબ જ લોકપ્રિય હતા તેની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમે સૌથી લોકપ્રિય રૂ. 239 રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ પ્લાનની કિંમત વધારીને 299 રૂપિયા કરવામાં આવી છે. આ લોકપ્રિય રિચાર્જ પ્લાનમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જો 399 રૂપિયાના રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તેને વધારીને 449 રૂપિયા કરવામાં આવી છે. 3 જુલાઈથી આ રિચાર્જ પ્લાન માટે Jio યુઝર્સને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જિયો યુઝર્સ જેઓ એક જ રિચાર્જ પ્લાન માટે રૂપિયા 666 ચૂકવતા હતા તેઓને હવે એ જ રિચાર્જ પ્લાન માટે રૂપિયા 133 વધારાના ચૂકવવા પડશે.
હવે તમારે આટલો ખર્ચ કરવો પડશે
નવો 28 દિવસનો પ્લાન - Jioના રૂ. 155, 209, 239, 299, 349 અને 399ના 28-દિવસના પ્લાન માટે યૂઝર્સે હવે અનુક્રમે રૂ. 189, 249, 299, 349, 399 અને 449 ખર્ચવા પડશે. ટેલિકોમ કંપનીએ રિચાર્જ પ્લાનના દરમાં 20 થી 22 ટકાનો વધારો કર્યો છે.
નવો 56 દિવસનો પ્લાન- કંપનીએ તેના 479 રૂપિયા અને 533 રૂપિયાના બે મહિના (56 દિવસ) રિચાર્જ પ્લાનની કિંમત અનુક્રમે 579 અને રૂપિયા 629 કરી દીધી છે.
નવો 84 દિવસનો પ્લાન- Jioના રૂ. 395, 666, 719 અને 999ના 3 મહિના (84 દિવસ) રિચાર્જ પ્લાન માટે, યુઝર્સને હવે અનુક્રમે રૂ. 479, 799, 859 અને 1199 ખર્ચવા પડશે.
નવો વાર્ષિક પ્લાન- Jioના 336 દિવસના વાર્ષિક પ્લાન માટે હવે યુઝર્સને 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયા ખર્ચવા પડશે. 365 દિવસ માટે 2999 રૂપિયાના પ્લાન માટે, વપરાશકર્તાઓને હવે 3599 રૂપિયા ખર્ચવા પડશે.
નવા ડેટા એડ-ઓન પ્લાન્સ- આટલું જ નહીં, Jio એ તેના ડેટા એડ-ઓન પ્લાનના દરમાં પણ સુધારો કર્યો છે. યુઝર્સે હવે અનુક્રમે રૂ. 15, 25 અને 61ની સરખામણીએ 1GB, 2GB અને 6GB ડેટા પ્લાન માટે અનુક્રમે રૂ. 19, 29 અને 69 ખર્ચવા પડશે.
નવા પોસ્ટપેડ પ્લાન્સ- પોસ્ટપેડ યુઝર્સ માટે પણ જિયોએ તેના રૂ. 299 અને રૂ. 399 પ્લાનના દરો વધારીને અનુક્રમે રૂ. 349 અને રૂ. 449 કર્યા છે.