શોધખોળ કરો
Advertisement
RBIની મોટી જાહેરાત, 200 અને 500 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો જૂની નોટનું શું થશે
આરબીઆઈ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ નોટ પણ મહાત્મા ગાંધીની નવી સીરિઝમાં જ આવશે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ નોટ પણ મહાત્મા ગાંધીની નવી સીરિઝમાં જ આવશે. નવી નોટની ડિઝાઇન જૂની નોટ જેવી જ હશે. નવી નોટ બહાર પડ્યા બાદ જૂની નોટો પણ માન્ય ગણાશે.
નવી નોટમાં આ હશે બદલાવ
હાલ ચલણમાં રહેલી નોટો પર આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે, પરંતુ નવી નોટોમાં વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 200 રૂપિયા અને મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 500 રૂપિયાની વર્તમાન તમામ નોટો પણ માન્ય ગણાશે. ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શક્તિકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવાયા હતા.
50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની પણ કરી હતી વાત થોડા દિવસો પહેલા આરબીઆઈએ 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની વાત કરી હતી. હાલ 50 રૂપિયાની નોટ પર આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે, નવી 50 રૂપિયાની નોટમાં શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 50 રૂપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધી સીરિઝમાં બહાર પડશે.Issue of ₹ 200 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta...https://t.co/QxOPLPFL3R
— ReserveBankOfIndia (@RBI) April 23, 2019
અમેરિકાએ ભારત પર ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવા પર મૂકેલા પ્રતિબંધથી શું અસર થશે ? જાણો વિગત વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયોIssue of ₹ 500 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta...https://t.co/Qj2rTFvUIr
— ReserveBankOfIndia (@RBI) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement