શોધખોળ કરો
Advertisement
યુવાનોની ફેવરીટ રોયલ એનફિલ્ડની બુલેટ સહિતની આ બાઈકો થશે બંધ! જાણો શું છે કારણ
નવા મોડલમાં કિંમતની વાત કરવામાં આવે તો રોયલ એનફિલ્ડ્સના બીએસ-6વાળી દરેક બાઈકો ઉપર 10થી 15 હજાર રૂપિયા વધારો થઈ શકે છે.
નવી દિલ્હી: રૉયલ એનફિલ્ડ (Royal Enfield)પોતાની લોકપ્રિય બાઈક ક્લાસિક, બુલેટ અને થંડરબર્ડ અંગે મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપની આ બાઈકોના 500cc મૉડલો બંધ કરી શકે છે. લાઈવમીન્ટના રીપોર્ટ પ્રમાણે રૉયલ એનફિલ્ડ Classic 500cc, Bullet 500cc અને Thunderbird 500cc બાઈકોને આગામી વર્ષ એટલે કે 2020ની શરૂઆતમાં બંધ કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે કંપની દ્વારા આવું કરવાનું મોટું કારણ બીએસ-6 ઇમિશન નોર્મ્સને ગણાવ્યું છે. બીએસ-6 કમ્પલાઈન્ટવાળા એન્જીન બનાવવાનો ખર્ચ વધારે છે. એટલે બાઈકના ભાવ પણ વધી જાય. કંપનીને લાગે છે કે, 500cc સેગમેન્ટવાળા બાઈકોમાં ગ્રાહકોમાં ઘટાડો થશે.
નવા મોડલમાં કિંમતની વાત કરવામાં આવે તો રોયલ એનફિલ્ડ્સના બીએસ-6વાળી દરેક બાઈકો ઉપર 10થી 15 હજાર રૂપિયા વધારો થઈ શકે છે.
સુત્રોનું કહેવું છે કે, અત્યારના 350cc અને 500cc એન્જીન કડક ઇમિશન નોર્મ્સમાં પાસ નહીં થાય. જેના પગલે અત્યારના મોડલ્સને બંધ કરી શકાય છે. રોયલ એનફિલ્ડ 350cc સેગમેન્ટને નવા પાવરટ્રેનની સાથે રિસ્ટોર કરવાનો પ્લાન કંપની કરી રહી છે. કારણ કે આ બાઈકનું વેચાણ ઘણું સારું છે.
500cc એન્જીનવાળા મોડલ બંધ કરવાના અહેવાલ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે નેક્સ જનરેશન રૉયલ એનફિલ્ડના ટેસ્ટિંગની તસવીરો સામે આવી છે. નવી એનફિલ્ડની ડિઝાઈન અને સ્ટાઇલિંગની સાથે નવી ડ્રાઈવટ્રેન પણ દેખાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement